________________
ॐ ही अहँ नमः । ॐ ह्रीं श्रीशङ्केश्वरपार्श्वनाथाय नमः ।
न्यायविशारद-न्यायचार्यपदप्रतिष्ठित-महामहोपाध्याय
श्रीमद्यशोविजयगणिरचितटिप्पणसहितानि, श्रीभोजदेवकृतराजमार्तण्डवृत्तिसमेतानि च
પાતøનયોગસૂત્રાnિ |
(ભાગ-૨)
तृतीयः विभूतिपादः ॥
દ્વિતીય સાધનપાદ સાથે તૃતીય વિભૂતિપાદનું યોજના :
પતંજલિઋષિએ યોગનું સ્વરૂપ બતાવવાનો પ્રસ્તાવ કરેલ, તેથી પ્રથમ સમાધિપાદમાં યોગનું સ્વરૂપ બતાવ્યું. યોગનું સ્વરૂપને બતાવ્યા પછી યોગનું સાધન શું છે તે બીજા સાધનપાદમાં બતાવ્યું અને એ યોગનું સાધન યમ, નિયમ, આસન, પ્રાણાયામ અને પ્રત્યાહાર સુધીના યોગનાં અંગો છે. તેથી બીજા પાકના અંતે ઉપસંહાર કરતાં કહ્યું કે યમ, નિયમથી યોગ બીજભાવને પામે છે, આસન, પ્રાણાયામથી તે બીજ અંકુરિત થાય છે, અને પ્રત્યાહારથી તે બીજ પુષ્પિત થાય છે. આ રીતે પુષ્પિત થવાની ક્રિયા સુધી યોગ સાધનભૂમિકામાં છે. હવે તે સાધન દ્વારા ક્રમસર ધારણા, ધ્યાન અને સમાધિ પ્રગટે છે તેનાથી આત્મામાં કેવી વિભૂતિઓ પ્રગટ થાય છે તે બતાવવા માટે ત્રીજો વિભૂતિપાદ બતાવે છે.
ટીકા :
यत्पादपद्मस्मरणादणिमादिविभूतयः । भवन्ति भविनामस्तु भूतनाथः स भूतये ॥