________________
સમયરસાર–કકમ અધિકાર [ ૩૧ पोग्गलकम्म मिच्छं जोगो अविरदि अणाणमज्जीवं ।
उवओगो अण्णाणं अविरदि मिच्छं च जीवो दु ॥८८॥ મિથ્યાત્વ ને અજ્ઞાન આદિ અજીવ, પુદ્ગલકર્મ છે અજ્ઞાનને અવિરમણ વળી મિથ્યાત્વ જીવ, ઉપયોગ છે. ૮૮.
અર્થ –જે મિથ્યાત્વ, યોગ, અવિરતિ અને અજ્ઞાન અજીવ છે તે તો પુદગલકમ છે; અને જે અજ્ઞાન. અવિરતિ અને મિથ્યાત્વ જીવ છે તે તે ઉપગ છે.
उवओगस्स अणाई परिणामा तिणि मोहजुत्तस्स । मिच्छत्तं अण्णाणं अविरदिभावो य णादवो ॥ ८९ ॥ છે મોહયુત ઉપયોગના પરિણામ ત્રણ અનાદિના, –મિથ્યાત્વ ને અજ્ઞાન, અવિરતભાવ એ ત્રણ જાણવા. ૮૯.
અર્થ – અનાદિથી મોહયુક્ત હોવાથી ઉપયોગના અનાદિથી માંડીને ત્રણ પરિણામ છે; તે મિથ્યાત્વ, અજ્ઞાન અને અવિરતિભાવ (એ ત્રણ) જાણવા,
एदेसु य उवओगो तिविहो मुद्धो णिरंजणो भावो ।
जं सो करेदि भावं उवओगो तस्स सो कत्ता ॥ ९०॥ એનાથી છે ઉપગ ત્રણુવિધ, શુદ્ધ નિર્મળ ભાવ જે, જે ભાવ કંઈ પણ તે કરે, તે ભાવને કર્તા બને. ૯૦.
અર્થ-અનાદિથી આ ત્રણ પ્રકારના પરિણામવિકારો હોવાથી, આત્માને ઉપયોગ–કે (શુદ્ધનયથી, તે શુદ્ધ, નિરંજન (એક) ભાવ છે તોપણ–ત્રણ પ્રકારને થયો કે તે ઉપગ જે (વિકારી) ભાવને પિતે કરે છે તે ભાવને તે કર્તા થાય છે.