________________
નિયમસાર–પરમાર્થ પ્રતિક્રમણ અધિકાર ૩૩૮ उत्तमअटुं आदा तम्हि ठिदा हणदि मुणिवरा कम्मं ।
तम्हा दु झाणमेव हि उत्तमअस्स पडिकमणं ॥९२ ॥ આત્મા જ ઉત્તમ-અર્થ છે, તત્રરથ મુનિ કર્મો હણે; તે કારણે બસ ધ્યાન ઉત્તમ-અર્થનું પ્રતિક્રમણ છે. ૯૨.
અર્થ:–ઉત્તમાથે (-ઉત્તમ પદાર્થ) આત્મા છે; તેમાં સ્થિત મુનિવરે કમને હણે છે. તેથી દયાન જ ખરેખર ઉત્તમાર્થનું પ્રતિક્રમણ છે.
झाणणिलीणो साह परिचागं कुणड सव्वदोसाणं ।
तम्हा दु झाणमेव हि सचदिचारस्स पडिकमणं ।। ९३॥ રહી ધ્યાનમાં તલ્લીન, છેડે સાધુ દોષ સમસ્તને; તે કારણે બસ ધ્યાન સૌ અતિચારનું પ્રતિક્રમણ છે. ૯૩.
અર્થ –ધ્યાનમાં લીન સાધુ સર્વ દાને પરિત્યાગ કરે છે; તેથી ધ્યાન જ ખરેખર સર્વ અતિચારનું પ્રતિક્રમણ છે.
पडिकमणणामधेये सुत्ते जह पण्णिदं पडिकमणं ।।
तह णच्चा जो भावइ तस्स तदा होदि पडिकमणं ॥ ९४ ॥ પ્રતિક્રમણુનામક સૂત્રમાં જ્યમ વર્ણવ્યું પ્રતિકમણને ત્યમ જાણી ભાવે ભાવના, તેને તદા પ્રતિક્રમણ છે. ૯૪.
અર્થ–પ્રતિક્રમણ નામના સૂત્રમાં જે પ્રમાણે પ્રતિક્રમણ વવવામાં આવ્યું છે તે પ્રમાણે જાણીને જે ભાવે છે, તેને ત્યારે પ્રતિક્રમણ છે.