________________
૩૩૮ ]
પંચ પરમાગમ તે (સાધુ) પ્રતિકમણ કહેવાય છે, કારણ કે તે પ્રતિક્રમણમય છે.
मोत्तूण अट्टरुदं झाणं जो झादि धम्ममुकं वा ।
सो पडिकमणं उच्चइ जिणवरणिहिटमुत्तेसु ॥ ८९ ॥ તજી આર્ત તેમ જ રૌદ્રને, ધ્યાવે ધરમને, શુકલને, તે પ્રતિક્રમણ કહેવાય છે જિનવરકથિત સ્ત્રી વિષે. ૮૯.
અર્થ –જે (જીવ) આત અને રૌદ્ર ધ્યાન છોડીને ધર્મ અથવા શુકલ ધ્યાનને ધ્યાવે છે, તે (જીવ) જિનવરચિત સૂત્રોમાં પ્રતિકમણ કહેવાય છે, मिच्छत्तपहुदिभावा पुव्वं जीवेण भाविया सुइरं ।
सम्मत्तपहुदिभावा अभाविया होति जीवेण ॥९॥ મિથ્યાત્વ-આદિક ભાવને ચિરકાળ ભાવ્યા છે જીવે; સમ્યકત્વ-આદિક ભાવ રે! ભાવ્યા નથી પૂર્વે જીવે. ૯૦.
અર્થ–મિથ્યાત્વાદિ ભાવે જીવે પૂર્વે સુચિર કાળ (બહુ દીઘ કાળ) ભાવ્યા છે; સમ્યકત્વાદિ ભાવે જીવે ભાવ્યા નથી,
मिच्छादसणणाणचरित्तं चइऊण णिरवसेसेण ।
सम्मत्तणाणचरणं जो भावइ सो पडिकमणं ॥९१॥ નિશેષ મિથ્યાજ્ઞાન-દર્શન-ચરણને પરિત્યાગીને સુજ્ઞાન-દર્શન-ચરણુ ભાવે. જીવ તે પ્રતિક્રમણ છે. ૯૧.
અર્થ –મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન અને મિથ્યાચારિત્રને નિરવશેષપણે છોડીને સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યફચારિત્રને જે (જીવ) ભાવે છે, તે (જીવ) પ્રતિક્રમણ છે,