________________
નિયમસાર–પરમ-સમાધિ અધિકાર [ ૩૫૩ અથ:-વનવાસ, કાયકલેશરૂપ અનેક પ્રકારના ઉપવાસ, અધ્યયન, મૌન વગેરે (કાર્યો) સમતારહિત શ્રમણને શું કરે છે (શે લાભ કરે છે) विरदो सव्वसावज्जे तिगुत्तो पिहिदिदिओ । तस्स सामाइगं ठाइ इदि केवलिसासणे ॥ १२५॥ સાવધવિરત, ત્રિગુપ્ત છે, ઇંદ્રિયસમૂહ નિરુદ્ધ છે, સ્થાયી સમાયિક તેહને ભાખ્યું શ્રી કેવળશાસને. ૧૨૫.
અથર–જે સર્વ સાવઘમાં વિરત , જે ત્રણ ગુણિવાળે છે અને જેણે ઇન્દ્રિયાને બંધ (નિરુદ્ધ) કરી છે, તેને સામાયિક સ્થાયી છે એમ કેવળીના શાસનમાં કહ્યું છે,
जो समो सव्वभूदेसु थावरेसु तसेसु वा । तस्स सामाइगं ठाइ इदि केवलिसासणे ॥ १२६॥ સ્થાવર અને ત્રસ સર્વ ભૂતસમૂહમાં સમભાવ છે, સ્થાયી સમાયિક તેહને ભાખ્યું શ્રી કેવળશાસને. ૧૨૬.
અથર–જે સ્થાવર કે રસ સર્વ જીવો પ્રત્યે સમભાવવાળે છે, તેને સામાયિક સ્થાયી છે એમ કેવળીના શાસનમાં કહ્યું છે.
जस्स संणिहिदो अप्पा संजमे णियमे तवे ।। तस्स सामाइगं ठाइ इदि केवलिसासणे ॥ १२७॥ સંયમ, નિયમ ને તપ વિષે આત્મા સમીપ છે જેહને, સ્થાયી સમાયિક તેહને ભાખ્યું શ્રી કેવળશાસને. ૧ર૭.
અર્થ –જેને સંયમમાં. નિયમમાં અને તપમાં આત્મા