________________
નિયમસાર–નિશ્ચયપૂરમાવશ્યક અધિકાર ૩૩ પ્રતિક્રમણ આદિ ક્રિયા–ચરણનિશ્ચય તણું–કરતો રહે, તેથી શ્રમણ તે વીતરાગ ચરિત્રમાં આરૂઢ છે. ૧૫ર.
અર્થ–પ્રતિક્રમણાદિ ક્રિયાને–નિશ્ચયના ચારિત્રને– (નિરંતર) કરતો રહે છે તેથી તે શ્રમણ વીતરાગ ચારિત્રમાં આરૂઢ છે.
वयणमयं पडिकमणं वयणमयं पचखाण णियमं च ।
आलोयण वयणमयं तं सव्वं जाण' सज्झायं ॥१५३॥ રે! વચનમય પ્રતિક્રમણ, નિયમો, વચનમય પચખાણ જે, જે વચનમય આલોચના, સઘળુંય તે સ્વાધ્યાય છે. ૧પ૩.
અથર–વચનમય પ્રતિક્રમણ, વચનમય પ્રત્યાખ્યાન, (વચનમય) નિયમ અને વચનમય આલોચના–એ બધું (પ્રશસ્ત અધ્યવસાયરૂ૫) સ્વાધ્યાય જાણે,
जदि सक्कदि कादं जे पडिकमणादि करेज झाणमयं ।
सत्तिविहीणो जा जइ सद्दहणं चेव कायव्वं ॥१५४॥ કરી શકે, પ્રતિક્રમણ આદિ ધ્યાનમય કરજે અહો! કર્તવ્ય છે શ્રદ્ધા જ, શક્તિવિહીન જે તું હોય તે. ૧૫૪.
અર્થ:–જે કરી શકાય તે અહે! ધ્યાનમય પ્રતિક્રમણાદિ કર; જો તું શક્તિવિહીન હોય તે ત્યાં સુધી શ્રદ્ધાન જ કર્તવ્ય છે.
जिणकहियपरमसुत्ते पडिकमणादिय परीक्खऊण फुडं । मोणवएण जोई णियकज्जं साहए णिच्चं ॥१५५॥