________________
૩૬૦ ]
પંચ પરમાગમ
वट्टदि जो सो समणो अण्णवसो होदि असुहभावेण । तुम्हा तस्स दु कम्मं आवस्सयलक्खणं ण हवे ॥ १४३ ॥ વર્તે અશુભ પરિણામમાં, તે શ્રમણ છે વશ અન્યને; તે કારણે આવશ્યકાત્મક ક છે નહિ તેહને, ૧૪૩.
અજે અશુભ ભાવ સહિત વર્તે છે, તે શ્રમણ અન્યવશ છે; તેથી તેને આવશ્યક સ્વરૂપ કમ` નથી.
जो चरदि संजदो खलु सुहभावे सो हवेइ अण्णवसो । तम्हा तस्स दु कम्मं आवासयलक्खणं ण हवे ॥ १४४ ॥ સયત રહી શુભમાં ચરે, તે શ્રમણ છે વશ અન્યને; તે કારણે આવશ્યકાત્મક કર્મ છે નહિ તેહને. ૧૪૪.
અઃ—જે ( જીવ ) સયત રહેતા થકા ખરેખર શુભ ભાવમાં ચરે—પ્રવર્તે છે, તે અન્યવશ છે; તેથી તેને આવશ્યકસ્વરૂપ કમ નથી.
दव्वगुणपज्जयाणं चित्तं जो कुणइ सो वि अण्णवसो । मोहंधयारववगयसमणा कहयंति एरिसयं ॥ १४५ ॥ જે ચિત્ત જોડે દ્રવ્ય-ગુણ-પર્યાયની ચિંતા વિષે, તેનેય માવિહીન શ્રમણા અન્યવશ ભાખે અરે! ૧૪૫.
અ:જે દ્રવ્ય-ગુણ-પર્યાયામાં (અર્થાત્ તેમના વિકટ્ટપેામાં) મન જોડે છે, તે પણ અન્યવશ છે; માહાન્ધકાર રહિત શ્રમણા આમ કહે છે.