________________
સમયસાર–સવૈવિશુદ્ધજ્ઞાન અધિકાર [ ૧૧૯ जह चेटं कुव्वंतो दु सिप्पिओ णिचदुक्खिदो होदि । तत्तो सिया अणण्णो तह चेट्टतो दुही जीवो ॥ ३५५ ॥ જ્યમ શિલ્પી કર્મ કરે પરંતુ તે નહીં તન્મય બને, ત્યમ જીવ પણ કર્મો કરે પણ તે નહી તન્મય બને. ૩૪૯. જ્યમ શિલ્પી કરણ વડે કરે પણ તે નહીં તન્મય બને, ત્યમ જીવ કરણ વડે કરે પણ તે નહીં તન્મય બને. ૩૫૦. જ્યમ શિલ્પી કરણ ગ્રહે પરંતુ તે નહીં તન્મય બને, ત્યમ જીવ પણ કરણે ગ્રહે પણ તે નહીં તન્મય બને. ૩૫૧. શિલ્પી કરમફળ ભોગવે પણ તે નહીં તન્મય બને, ત્યમ છવકરમફળ ભોગવે પણ તે નહી તન્મય બને ૩પર.
એ રીત મત વ્યવહારને સંક્ષેપથી વક્તવ્ય છે; સાંભળ વચન નિશ્ચય તણું પરિણામવિષયક જેહ છે. ૩૫૩. શિલ્પી કરે ચેષ્ટા અને તેનાથી તેહ અનન્ય છે,
ત્યમ જીવ કર્મ કરે અને તેનાથી તેહ અનન્ય છે. ૩પ૪. ચેષ્ટા કરતા શિલ્પી જેમ દુખિત થાય નિરંતરે, ને દુખથી તેહ અનન્ય, ત્યમ જીવ ચેષ્ટમાન દુખી બને. ૩૫૫.
અ—જેમ શિલ્પી (-સાની આદિ કારીગર) કુંડળ આદિ કર્મ કરે છે પરંતુ તે તન્મય (તેમય. કુંડળાદિમય) તે નથી. તેમ જીવ પણ પયપાપ આદિ પુદ્ગલકમ કરે છે પરંતુ તન્મય (પુદ્ગલકર્મમય) થતો નથી. જેમ શિપી હથોડા આદિ કરણે વડે (કર્મ) કરે છે પરંતુ તે તન્મય (હથોડા આદિ કરણમય) થતું નથી, તેમ જીવ (મન-વચન-કાયરૂપ) કરશે