________________
કક
પચ પરમાગમસમ્યક્ત્વ, ને સંયમ, તથા પૂર્વગગત સૂત્ર, અને ધર્માધરમ, દીક્ષા વળી, બુધ પુરુષ માને જ્ઞાનને. ૪૦૪.
અર્થ–શાસ્ત્ર જ્ઞાન નથી કારણ કે શાસ કાંઈ જાણતું નથી (જડ છે), માટે જ્ઞાન અન્ય છે, પાસ અન્ય છે–એમ જિનદેવ કહે છે. શબ્દ જ્ઞાન નથી કારણ કે શબ્દ કાંઈ જાણ નથી, માટે જ્ઞાન અન્ય છે, શબ્દ અન્ય છે–એમ જિનદેવો કહે છે. રૂપ જ્ઞાન નથી કારણ કે રૂપ કાંઈ જાણતું નથી, માટે જ્ઞાન અન્ય છે, રૂપ અન્ય છે–એમ જિનદેવે કહે છે. વર્ણ જ્ઞાન નથી કારણ કે વર્ણ કઈ જાણતો નથી, માટે જ્ઞાન અન્ય છે, વર્ણ અન્ય છે–એમ જિનદેવો કહે છે, ગધ જ્ઞાન નથી કારણ કે ગંધ કાઈ જાણતી નથી, માટે જ્ઞાન અન્ય છે, ગંધ અન્ય છે–એમ જિનદેવ કહે છે. રસ જ્ઞાન નથી કારણ કે રસ કાંઈ જાણતો નથી, માટે જ્ઞાન અન્ય છે અને રસ અન્ય છે એમ જિનદેવ કહે છે. સ્પર્શ જ્ઞાન થી કારણ કે સ્પર્શ કાંઈ જાણતું નથી, માટે જ્ઞાન અન્ય છે, સ્પર્શ અન્ય છે—એમ જિનદેવે કહે છે. કર્મ જ્ઞાન નથી કારણ કે કર્મ કાંઈ જાણતું નથી, માટે જ્ઞાન અન્ય છે, કર્મ અન્ય છે એમ જિનદેવે કહે છે. ધર્મ (અર્થાત ધર્માસ્તિકાય) જ્ઞાન નથી કારણ કે ધર્મ કાંઈ જાણતા નથી, માટે જ્ઞાન અન્ય છે, ધર્મ અન્ય છે એમ જિનદેવ કહે છે. અધર્મ (અર્થાત અધર્મારિકાય) જ્ઞાન નથી કારણ કે અધર્મ કાંઈ જાણતા નથી, માટે જ્ઞાન અન્ય છે, અધર્મ અન્ય છે–એમ જિનદેવ કહે છે. કાળ જ્ઞાન નથી કારણ કે કાળ કાંઈ જાણતો નથી, માટે જ્ઞાન અન્ય છે, કાળ અન્ય છે–એમ જિનતે કહે છે. આકાશ પણ જ્ઞાન નથી કારણ કે આકાશ કઈ જાણતું નથી, માટે જ્ઞાન અન્ય છે, આકાશ અન્ય છે–એમ