________________
સમયસાર-સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર મુનિલિંગને ગૃહીલિંગ–એ લિગે ન મુક્તિમાર્ગ છે; ચારિત્ર-દર્શન-જ્ઞાનને બસ મેક્ષમાર્ગ જિન કહે. ૪૧૦.
અર્થ–સુનિનાં અને ગૃહસ્થનાં લિગો એ મેક્ષમાર્ગ નથી; દશનજ્ઞાનચારિત્રને જિનદેવ મોક્ષમાર્ગ કહે છે,
तम्हा जहित्तु लिंगे सागारणगारएहिं वा गहिदे । दंसणणाणचरित्ते अप्पाणं झुंज मोक्खपहे ॥४११ ॥ તેથી તજી સાગાર કે અણગાર-ધારિત લિંગને, ચારિત્ર-દર્શન-જ્ઞાનમાં તું જેડ રે! નિજ આત્માને. ૪૧૧.
અર્થ માટે સાગારે વડે (-ગૃહસ્થ વડે) અથવા અણગારે વડે (-મુનિઓ વડે) પ્રહાયેલાં લિંગાને છોડીને, દશનજ્ઞાનચારિત્રમાં–કે જે મેક્ષમાર્ગ છે તેમાં–તુ આત્માને જોડ, मोक्खपहे अप्पाणं ठवेहि तं चेव झाहि तं चेय । तत्थेव विहर णिचं, मा विहरसु अण्णदब्वेसु ॥४१२॥ તું સ્થાપ નિજને મોક્ષપથે, ધ્યા, અનુભવ તેહને; તેમાં જ નિત્ય વિહાર કર, નહિ વિહર પરદ્રવ્ય વિષે. ૪૧૨.
અર્થ – હે ભવ્ય!) તું મોક્ષમાર્ગમાં પિતાના આત્માને સ્થાપ, તેનું જ દયાન કર, તેને જ ચેત-અનુભવ અને તેમાં જ નિરંતર વિહાર કરત અન્ય માં વિહાર ન કરે
पासंडीलिंगेसु व गिहिलिंगेसु व बहुप्पयारेसु । कुञ्चति जे ममत्तिं तेहि ण णादं समयसारं ॥ ४१३॥