________________
પંચાસ્તિકાયસંગ્રહ નવપદાથ-સમાગવર્ણન [ ૨૮૮
અર્થ:–અહંત-સિદ્ધ સાધુઓ પ્રત્યે ભક્તિ, ધર્મમાં ખરેખર ચેષ્ટા અને ગુરુએાનું અનુગમન, તે પ્રશસ્ત રાગ” તે કહેવાય છે,
तिसिदं व भुक्खिदं वा दुहिदं दट्टण जो दु दुहिदमणो ।
पडिवज्जदि तं किवया तस्सेसा होदि अणुकंपा ॥ १३७॥ દુખિત, તૃષિત વા ક્ષધિત દેખી દુ:ખ પામી મન વિષે કરૂણાથી વતે જેહ, અનુકંપા સહિત તે જીવ છે. ૧૩૭.
અર્થ –તૃષાતુર, ક્ષુધાતુર અથવા દુઃખીને દેખી જે જીવ મનમાં દુ:ખ પામતો કે તેના પ્રત્યે કરુણાથી વર્તે છે, તેને એ ભાવ અનુકંપા છે.
कोधो व जदा माणो माया लोभो व चित्तमासेज्ज।
जीवस्स कुणदि खोहं कलसो ति य तं बुधा वेति ॥ १३८ । મદ-કૈધ અથવા લોભ-માયા ચિત્ત-આશ્રય પામીને જીવને કરે જે ક્ષેભ, તેને કલુષના જ્ઞાની કહે. ૧૩૮,
અર્થ-જ્યારે ક્રોધ, માન, માયા અથવા લેભ ચિત્તને આશ્રય પામીને જીવને ભ કરે છે, ત્યારે તેને જ્ઞાનીઓ કલુષતા” કહે છે,
चरिया पमादबहुला कालस्सं लोलदा य विसएन ।
परपरिदावपवादो पावस्स य आसवं कुणटि ॥१३९ ।। ચર્યા પ્રમાદભરી. કલુષતા. લુબ્ધતા વિષયે વિષે, પરિતાપ ને અપવાદ પરના, પાપ-આસવને કરે. ૧૩૯.