________________
૨૮૨ ]
પચ પરમાગમ જૂ, કુંભી, માકડ, કીડી તેમ જ વૃશ્ચિકાદિક જંતુ જે રસ, ગંધ તેમ જ સ્પર્શ જાણે, જીવ ત્રીદ્રિય તેહ છે. ૧૧૫.
અર્થ –જ, કભી, માકડ, કીડી અને વીંછી વગેરે જતુઓ રસ, સ્પર્શ અને ગંધને જાણે છે તે ત્રક્રિય જીવો છે.
उइंसमसयमक्खियमधुकरिभमरा पयंगमादीया ।
रूवं रसं च गंध फासं पुण ते विजाणंति ॥ ११६ ॥ મધમાખ, ભ્રમર, પતંગ, માખી, ડાંસ, મચ્છર આદિ જે, તે જીવ જાણે સ્પર્શને, રસ, ગંધ તેમ જ રૂપને. ૧૧૬.
અર્થ વળી ડાંસ, મચ્છર, માખી, મધમાખી, ભમરા અને પતંગિયાં વગેરે રૂપ, રસ, ગંધ અને સ્પશને જાણે છે. (તે ચતુરિંદ્રિય જીવે છે.)
सुरणरणारयतिरिया वण्णरसप्फासगंधसद्दण्ह । जलचरथलचरखचरा बलिया पंचेंदिया जीवा ॥११७॥ સ્પર્શદિ પંચક જાણતાં તિર્યંચ-નારક-સુર-નરે –જળચર, ભૂચર કે ખેચ–બળવાન પંચૅપ્રિય છે.
અર્થ:-વર્ણ, રસ, સ્પર્શ, ગંધ અને શબ્દને જાણનારાં દેવ-મનુષ્ય-નારકતિયચ—જેઓ જળચર, સ્થળચર કે ખેચર હોય છે તેઓ–બળવાન પદ્રિય જીવે છે.
देवा चउण्णिकाया मणुया पुण कम्मभोगभूमीया । तिरिया वहुप्पयारा णेरड्या पुढविभेयगदा ॥ ११८॥