________________
પ્રપંચનસાર–ચરણાનુયોગસૂચક ચૂલિકા રકપ गुणदोधिगस्स विणयं पडिच्छगोजो विहोमि समणोत्ति। होज्नं गुणाधरो जदि सो होदि अणंतसंसारी ॥ २६६ ॥ જે હનગુણ હોવા છતાં “હું પણ શ્રમણ છું? મદ કરે, ઈ વિનય ગુણ-અધિક પાસ, અનંતસંસારી બને. ર૬૬.
અર્થ–જે શ્રમણ ગુણે હીન (હલકે) હોવા છતાં “હું પણ શ્રમણ છું' એમ માનીને અર્થાત ગર્વ કરીને ગુણે અધિક પાસેથી (જે પોતાના કરતા અધિક ગુણવાળા હોય એવા શ્રમણ પાસેથી) વિનય ઇચ્છે છે, તે અનંતસંસારી થાય છે.
अधिगगुणा सामण्णे बदृति गुणाधरेहिं किरियासु । जदि ते मिच्छवजुत्ता हवंति पन्भट्टचारित्ता ॥२६७ ॥ મુનિઅધિકગુણ હનગુણ પ્રતિ વર્તે યદિ વિનયાદિમાં, તે ભ્રષ્ટ થાય ચરિત્રથી ઉપયુક્ત મિથ્યા ભાવમાં. ૨૬૭.
અર્થ–જેઓ શ્રમણ્યમાં અધિક ગુણવાળા હોવા છતાં હીન ગુણવાળા પ્રત્યે (વંદનાદિ ) ક્રિયાઓમાં વતે છે, તેઓ મિથ્યા ઉપયુક્ત થયા થકા ચારિત્રથી ભ્રષ્ટ થાય છે.
णिच्छिदसुत्तत्थपदो समिदकसाओ तबोधिगो चावि । लोगिगजणसंसग्गं ण चयदि जदि संजदो ण हवदि ॥२६८॥ સૂત્રાર્થપદનિશ્ચય, કષાયપ્રશાંતિ, તપ-અધિકત્વ છે, તે પણ અસંયત થાય, જે છોડે ન લૌકિક-સંગને. ૨૬૮.
અર્થ–સૂત્રો અને અર્થોના પદને (અધિષ્ઠાનને) જેણે નિશ્ચિત (નિર્ણત) કરેલ છે, કષાયોને જેણે શમાવ્યા છે અને