________________
પંચાસ્તિકાયસંગ્રહ–-પદ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન [ ૨૪૯
जीवा पोग्गलकाया आयासं अत्थिकाइया सेसा । अमया अत्थित्तमया कारणभूदा हि लोगस्स ॥ २२॥ જીવટ. પુદ્ગલકાય, નભ ને અસ્તિકા શેષ બે અણકૃતક છે, અરિતત્વમય છે. લોકારણભૂત છે. ૨૨.
અર્થ છે. પુદગલકાયો, આકાશ અને બાકીના બે અસ્તિકાયો અકૃત છે, અસ્તિત્વમય છે અને ખરેખર લેકના કારણભૂત છે.
सम्भावसगावाणं जीवाणं तह य पोग्गलाणं च । परियट्टणसंभूदो कालो णियमेण पण्णत्तो ॥२३॥ સત્તાસ્વભાવી જીવ ને પુદ્ગલ તણું પરિણમનથી છે સિદ્ધિ જેની, કાળ તે ભાગે જિણુદે નિયમથી. ૨૩.
અર્થ –સત્તાસ્વભાવવાળાં જીવો અને પુદ્ગલેના પરિવર્તનથી સિદ્ધ થતો એ કાળ (સર્વજ્ઞો દ્વારા) નિયમથી (નિશ્ચયથી) ઉપદેશવામાં આવ્યો છે.
ववगदपणवण्णरसो ववगददोगंधअट्ठफासो य ।
अगुरुलहुगो अमुत्तो वट्टणलक्खो य कालो त्ति ॥२४॥ રસવર્ણપંચક, સ્પર્શ-અષ્ટક, ગંધયુગલ વિહીન છે, છે મૂર્તિ હીન, અગુરુલઘુક છે. કાળ વર્તનલિંગ છે. ૨૪.
અર્થકાળ (નિશ્ચયકાળ) પાંચ વર્ણને પાંચ રસ રહિત, બે ગધ ને આઠ સ્પર્શ રહિત. અગુરુલઘુ, અમૂર્ત અને વિનાલક્ષણવાળો છે,