________________
પંચાસ્તિકાયસંગ્રહ-પદ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન [ ર૫૫
(પ્રાણોને) અતિક્રમી ગયા છે તે જ જ્ઞાનને વેદે છે.
उवओगो खलु दुविहो णाणेण य दंसणेण संजुत्तो।
जीवस्स सबकालं अणण्णभूदं वियाणीहि ॥ ४० ॥ છે જ્ઞાન ને દર્શન સહિત ઉપયોગ યુગલ પ્રકારનો; છવદ્રવ્યને તે સર્વ કાળ અનન્યરૂપે જાણવો. ૪૦.
અર્થ-જ્ઞાનથી અને દશનથી સંયુક્ત એ ખરેખર બે પ્રકારનો ઉપયોગ જીવને સર્વ કાળ અનન્યપણે જાણે,
आभिणिसुदोधिमणकेवलाणि णाणाणि पंचभेयाणि । कुमदिसुदविभंगाणि य तिणि वि णाणेहिं संजुत्ते ॥४१॥ મતિ, કૃત, અવધિ, મન, કેવળ—પાંચ ભેદ જ્ઞાનના; કુમતિ, કુશ્રુત, વિર્ભાગ–ત્રણ પણ જ્ઞાન સાથે જોડવાં. ૪૧.
અર્થ –આભિનિબોધક (મતિ), શ્રત, અવધિ, મન:પર્યાય અને કેવળ–એમ જ્ઞાનના પાંચ ભેદ છે; વળી કુમતિ, કુશ્રુત અને વિભગ–એ ત્રણ (અજ્ઞાન) પણ (પાંચ) જ્ઞાન સાથે જોડવામાં આવ્યાં છે. (એ પ્રમાણે જ્ઞાનપગના આઠ ભેદ છે.)
दसणमवि चक्खुजुदं अचक्खुजुदमवि य ओहिणा सहियं ।
अणिधणमणंतविसयं केवलियं चावि पण्णत्तं ॥४२॥ દર્શન તણું ચક્ષુ-અક્ષરૂપ, અવધિરૂપ ને નિસીમવિષય અનિધન કેવળરૂપ ભેદ કહેલ છે. ૪ર.
અર્થ–દર્શન પણ ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન અને અનંત જેને વિષય છે એવું અવિનાશી કેવળદર્શન–એમ