________________
પચાસ્તિકાયસાહ–અદ્દવ્યચાસ્તિકાયવર્ણન [ રંકન જ્યમ ધર્મનામક દ્રવ્ય તેમ અધર્મનામક દ્રવ્ય છે પણ દ્રવ્ય આ છે પૃથ્વી માફક હેતુ થિતિપરિણુમિતને. ૮૬.
અર્થ –જેમ ધર્મવ્ય છે તેમ અધર્મ નામનું દ્રવ્ય પણ જાણે પરંતુ તે (ગતિક્રિયાયુક્તને કારણભૂત હોવાને બદલે) સ્થિતિક્રિયાયુક્તને પૃથ્વીની માફક કારણભૂત છે (અર્થાત સ્થિતિક્રિયાપરિણત છવપુદગલેને નિમિત્તભત છે).
जादो अलोगलोगो जेसि सम्भावदो य गमणठिदी ।
दो वि य मया विभत्ता अविभत्ता लोयमेत्ता य ।। ८७॥ ધમધરમ હોવાથી લોક-અલોક ને સ્થિતિગતિ બને; તે ઉભય ભિન્ન-અભિન્ન છે ને સકળલોકપ્રમાણ છે. ૮૭.
અર્થ –(જીવ-પુદગલની) ગતિસ્થિતિ તથા અલકને લેકિન વિભાગ, તે બે દ્રવ્યોના સદ્દભાવથી થાય છે. વળી તે બંને વિભક્ત, અવિભક્ત અને લોકપ્રમાણુ કહેવામાં આવ્યાં છે.
ण य गच्छदि धम्मत्थी गमणं ण करेदि अण्णदवियस्स। .
हवदि गदिस्स य पसरो जीवाणं पोग्गलाणं च ॥८८॥ ધર્માસ્તિ ગમન કરે નહીં, ન કરાવતે પરદ્રવ્યને; જીવ-પુદ્ગલોના ગતિપ્રસાર તણે ઉદાસીન હેતુ છે. ૮૮.
અર્થ –ધર્માસ્તિકાય ગમન કરતું નથી અને અન્ય દ્રવ્યને ગમન કરાવતા નથી; તે, જીવો તથા પુદગલને (ગતિપરિણામમાં આશ્રયમાત્રરૂપ હેવાથી) ગતિને ઉદાસીન પ્રસારનાર (અર્થાત ગતિસારમાં ઉદાસીન નિમિત્તભૂત) છે