________________
૨૪૨ ]
પંચ પરમાગમ समणमुहुग्गदमटुं चदुग्गदिणिवारणं सणिव्वाणं । एसो पणमिय सिरसा समयमिणं सुणह वोच्छामि ॥२॥ આ સમયને શિરનમનપૂર્વક ભાખું છું, સૂણજે તમે જિનવદનનિગત-અર્થમય, ચઉગતિહરણ, શિવહેતુ છે. ૨.
અર્થ:-શ્રમણના મુખમાંથી નીકળેલ અર્થમય (સર્વા મહામુનિના મુખથી કહેવાયેલા પદાર્થોને કહેનાર), ચાર ગતિનું નિવારણ કરનાર અને નિર્વાણ સહિત (નિવણના કારણભૂત) –એવા આ સમયને શિરસા પ્રણમીને હું તેનું કથન કરું છું તે શ્રવણ કરે,
*समवाओ पंचण्हं समउ ति जिणुत्तमेहिं पण्णत्तं ।
सो चेव हवदि लोओ तत्तो अमिओ अलोओ खं ॥३॥ સમવાદ વા સમવાય પાંચ તણો સમય–ભાખ્યું જિને; તે લોક છે, આગળ અમાપ અલોક આભસ્વરૂપ છે. ૩.
અર્થ –પાંચ અસ્તિકાયનું સમભાવપૂર્વક નિરૂપણ અથવા તેમને સમવાય (-પંચાસ્તિકાયને સમ્યફ ધ અથવા સમૂહ) તે સમય છે એમ જિનવરોએ કહ્યું છે. તે જ લોક છે (-પાંચ અસ્તિકાયના સમૂહ જેવડ જ લેક છે); તેનાથી આગળ અમાપ અલોક આકાશસ્વરૂપ છે,
जीवा पोग्गलकाया धम्माधम्मा तहेव आगासं । अत्थित्तम्हि य णियदा अणण्णमइया अणुमहंता ॥४॥
* મૂળ ગાથામા સમવાળો શબ્દ છે, સંસ્કૃત ભાષામાં તેને અર્થ માત્ પણ થાય અને સમવા પણ થાય,