________________
૨૦૨ ]
૫ચ પરમાગમ તેનાથી વિપરીત (-અમૂત) એવો આત્મા પૌગલિક કર્મ કઈ ? રીતે બાંધી શકે?
रूवादिएहिं रहिदो पेच्छदि जाणादि रूवमादीणि । दवाणि गुणे य जधा तह बंधो तेण जाणीहि ।। १७४ ॥ જે રીતે દર્શન-જ્ઞાન થાય રૂપાદિનું–ગુણ-દ્રવ્યનું, તે રીત બંધન જાણુ મૂર્તિરહિતને પણ મૂર્તનું. ૧૭૪.
અર્થ-જે રીતે રૂપાદરહિત (જીવ) રૂપાદિકને દ્રવ્યોને તથા ગુણેને (રૂપી દ્રવ્યોને તથા તેમના ગુણેને)–દેખે છે અને જાણે છે, તે રીતે તેની સાથે (-અરૂપીને રૂપી સાથે) બધ જાણુ,
उवओगमओ जीवो मुज्झदि रज्जेदि वा पदुस्सेदि ।
पप्पा विविधे विसये जो हि पुणो तेहिं सो वंधो ॥१७५ ॥ વિધવિધ વિષયે પામીને ઉપયોગ-આત્મક જીવ જે મેષ-રાગ-વિમેહભાવે પરિણમે, તે બંધ છે. ૧૭૫.
અર્થ–જે ઉપયોગમય જીવ વિવિધ વિષયો પામીને મોહ કરે છે, રાગ કરે છે અથવા તેષ કરે છે, તે જીવ તેમના વડે (-મોહરાગદ્વેષ વડે) બંધરૂપ છે.
भावेण जेण जीवो पेच्छदि जाणादि आगदं विसये। , रजदि तेणेच पुणो वज्झदि कम्म त्ति उपदेसो ॥ १७६ ॥ જે ભાવથી દેખે અને જાણે વિષયગત અર્થને, તેનાથી છે ઉપરક્તતા; વળી કર્મબંધન તે વડે. ૧૭૬.
અર્થ –જીવ જે ભાવથી વિષયમાં આવેલ પદાર્થને દેખે છે.