________________
પ્રવચનસાર–ચરણાનુયોગસૂચક ચૂલિકા રર૩ અર્થ – શ્રમણ આહાર અથવા વિહારમાં દેશ, કાળ, શ્રમ, "ક્ષમતા તથા ઉપધિને જાણુને પ્રવર્તે છે તે અલ્પલેપી હેય છે,
एयग्गगदो समणो एयग्गं णिच्छिदस्स अत्थेसु । णिच्छित्ती आगमदो आगमचेट्टा तदो जेट्ठा ॥२३२॥ શ્રામણ્ય જ્યાં એકાએ, ને ઐકાચ્ય વસ્તુનિશ્ચયે, નિશ્ચય બને આગમ વડે, આગમપ્રવર્તન મુખ્ય છે. ૨૩૨.
અથ–શ્રમણ એકાગ્રતાને પ્રાપ્ત હોય છે; એકાગ્રતા પદાર્થોના નિશ્ચયવંતને હોય છે; (પદાર્થોન) નિશ્ચય આગમ દ્વિારા થાય છે, તેથી આગમમાં વ્યાપાર મુખ્ય છે.
आगमहीणो समणो णेवप्पाणं परं वियाणादि । अविजाणतो अत्थे एवेदि कम्माणि किध भिक्खू ॥२३३॥ આગમરહિત જે શ્રમણ તે જાણે ન પરને, આત્મને; ભિક્ષુ પદાર્થ-અજાણ તે ક્ષય કર્મને કઈ રીતે કરે? ૨૩૩.
અર્થ: આગમહીન શ્રમણ આત્માને (પિતાને) અને પર જાણતા નથી જ; પદાર્થોને નહિ જાણતો ભિક્ષ કર્મોને કઈ રીતે ક્ષય કરે?
आगमचक्खू साहू इंदियचक्खूणि सव्वभूदाणि । देवा य ओहिचक्खू सिद्धा पुण सम्वदो चक्खू ।। २३४॥ મુનિરાજ આગમચક્ષુ ને સૌ ભૂત ઈન્દ્રિયચક્ષુ છે. છે દેવ અવધિચક્ષ ને સર્વત્રચક્ષુ સિદ્ધ છે. ર૩૪. * ક્ષમતા = શક્તિ સહનશક્તિ ધીરજ.