________________
પ્રવચનસાર–ચરણનુયોગસૂચક ચૂલિકા [ ૨૧૫ જે છેદ થાય પ્રયત્ન સહ કૃત કાયની ચેષ્ટા વિષે, આલોચનાપૂર્વક ક્રિયા કર્તવ્ય છે તે સાધુને. ૨૧૧. છેદોપયુક્ત મુનિ, શ્રમણ વ્યવહારવિજ્ઞ કને જઈ, નિજ દોષ આલોચના કરી. શ્રમણોપદિષ્ટ કરે વિધિ. ૨૧૨.
અર્થ – શ્રમણને પ્રયત્નપૂર્વક કરવામાં આવતી કાયચેષ્ટાને વિખે છેદ થાય છે તે તેણે તો આલોચનપૂર્વક ક્યિા કરવી જોઈએ,
(પરંતુ, જે શ્રમણ છેદમાં ઉપયુક્ત થયો હોય તે તેણે જિનમતને વિષે વ્યવહારકુશળ શ્રમણ પાસે જઈને, "આલોચન કરીને (-પિતાના દોષનું નિવેદન કરીને), તેઓ જે ઉપદેશે તે કરવું જોઈએ,
अधिवासे व विवासे छेदविहणो भवीय सामण्णे । समणो विहरदु पिचं परिहरमाणो णिवंधाणि ॥२१३॥ પ્રતિબંધ પરિત્યાગી સદા અધિવાસ અગર વિવાસમાં, મુનિરાજ વિહરે સર્વદા થઈ છેદહીન શ્રમણ્યમાં. ૨૧૩.
૧ મુનિને (મુનિચિત) શુદ્ધોપગ તે અંતરંગ અથવા નિશ્ચય પ્રયત્ન છે
અને તે શુદ્ધોપગદશામાં વતે જે (હઠ વગરનો) દેહચેષ્ટાદિકસબધી શુભપગ તે બહિરગ અથવા વ્યવહાર પ્રયત્ન છે [શુદ્ધોપયોગદશા ન હોય ત્યાં ભોપયોગ હઠ સહિત હોય છે, તે શુભપયોગ વ્યવહારપ્રયત્નપણાને પણ પામતે નથી ] અલોચન = (૧) સૂક્ષ્મતાથી જોઈ જવું તે, બારીકાઈથી વિચારવું તે, બરાબર ખ્યાલમાં લેવું તે (૨) નિવેદન, કથન [૨૧૧મી ગાથામાં
આલેચનને પહેલો અર્થ ઘટે છે અને ૨૧૨ મી ગાથામાં બીજો અર્થ ઘટે છે.]