________________
પ્રવચનસાર–શેયતત્વ-પ્રજ્ઞાપન [ ૧૮૫ પરિણામ પિતે જીવ છે, ને છે ક્રિયા એ જીવમયી; કિરિયા ગણી છે કર્મ; તેથી કર્મને કર્તા નથી. ૧રર.
અર્થ –પરિણામ પિતે આત્મા છે, અને તે જીવમચી ક્રિયા છે; કિયાને કર્મ માનવામાં આવી છે; માટે આત્મા દ્રવ્યર્મને કર્તા તે નથી. परिणमदि चेदणाए आदा पुण चेदणा तिधाभिमदा ।
सा पुण णाणे कम्मे फलम्मि वा कम्मणो भाणदा ॥१२३॥ જીવ ચેતનારૂપ પરિણમે વળી ચેતના ત્રિવિધા ગણી; તે જ્ઞાનવિષયક, કર્મવિષયક, કર્મફળવિષયક કહી. ૧૨૩.
અર્થ –આત્મા ચેતનારૂપે પરિણમે છે. વળી ચેતના ત્રણ પ્રકારે માનવામાં આવી છે; અને તેને જ્ઞાન સંબંધી, કર્મ સંબંધી અથવા કર્મના ફળ સંબંધી–એમ કહેવામાં આવી છે.
णाणं अट्टवियप्पो कम्मं जीवेण जं समारद्धं ।
तमणेगविधं भणिदं फलं ति सोक्खं व दुक्खं वा ॥ १२४ ॥ છે “જ્ઞાન” અર્થવિકલ્પ, ને જીવથી કરાતું કર્મ છે, –તે છે અનેક પ્રકારનું, “ફળ સૌખ્ય અથવા દુઃખ છે.
અર્થ:–અર્થવિકલ્પ (અર્થાત સ્વ-પર પદાર્થોનું ભિન્નતાપૂર્વક યુગપ૬ અભાસન) તે જ્ઞાન છે; જીવ વડે જે કરાતું હોય તે કર્મ છે. તે અનેક પ્રકારનું છે. સુખ અથવા દુ:ખ તે કર્મફળ કહેવામાં આવ્યું છે.
अप्पा परिणामप्पा परिणामो णाणकम्मफलभावी । तम्हा णाणं कम्मं फलं च आदा मुणेदयो । १२५ ॥