________________
પ્રવચનસાર–શાનતત્વ-પ્રજ્ઞાપન
[ ૧૫૫
जदि पञ्चसमजादं पजायं पलयिदं च णाणस्स ।
ण हवदि वा तं णाणं दिव्यं ति हि के परुति ॥ ३९॥ જ્ઞાને અજાત-વિનષ્ટ પર્યાય તણી પ્રત્યક્ષતા નવ હોય છે. તે જ્ઞાનને એ “દિવ્ય કોણ કહે ભલા? ૩૯.
અર્થ-જે અનુત્પન્ન પર્યાય તથા નષ્ટ પર્યાય જ્ઞાનને (કેવળશાનને) પ્રત્યક્ષ ન હોય, તો તે જ્ઞાનને “દિવ્ય કેણ પ્રરૂપે ?
अत्यं अक्खणिवदिदं ईहापुम्वेहिं जे विजाणंति ।
सिं परोक्खभूदं णादुमसकं ति पण्णत्तं ॥४०॥ ઈહાદિપૂર્વક જાણતા જે અક્ષપતિત પદાર્થને, તેને પરોક્ષ પદાર્થ જાણવું શક્ય નાજિન કહે. ૪૦.
અથ:–જેઓ અશ્વપતિત અર્થાત ઈદ્રિયગચર પદાર્થને હાદિક વડે જાણે છે, તેમને માટે પક્ષભૂત પદાથને જાણવાનું અશકય છે એમ સર્વજ્ઞદેવે કહ્યું છે,
अपदेसं सपदेस मुत्तममुत्तं च पज्जयमजादं । पलयं गदं च जाणदि तं णाणमदिदियं भणियं ।। ४१॥ જે જાણતું અપ્રદેશને, સપ્રદેશ, મૂર્ત, અમૂર્તને, પયોય નષ્ટ-અજાતને, ભાખ્યું અતીંદ્રિય જ્ઞાન તે. ૪૧.
અર્થ:–જે જ્ઞાન અપ્રદેશને, સપ્રદેશને, મૂર્તને, અને અભૂતને, તથા અનત્પન્ન તેમ જ નષ્ટ પર્યાયને જાણે છે, તે જ્ઞાન અતીન્દ્રિય કહેવામાં આવ્યું છે.
* પક્ષ = અક્ષથી પુર અર્થાત અક્ષથી દૂર હોય એવું, દીન્દ્રયઅગોચર