________________
સમયસાર–સવૈવિશુદ્ધજ્ઞાન અધિકાર [ ૧૨૭ શુભ કે અશુભ જે રૂપ તે “તું જે મને' ન તને કહે, ને જીવ પણ ગ્રહવા ન જાયે ચક્ષુગોચર રૂપને ૩૭૬. શુભ કે અશુભ જે ગંધ તે “તું સૂંધ મુજને નવ કહે, ને જીવ પણ ગ્રહવા ન જાયે ઘાણગોચર ગંધને; ૩૭૭. શુભ કે અશુભ રસ જેહ તે તું ચાખ મુજને નવ કહે, ને જીવ પણ ગ્રહવા ન જાયે રસનગોચર રસ અરે! ૩૭૮. શુભ કે અશુભ જે સ્પર્શત “તું સ્પર્શ મુજને નવ કહે, ને જીવ પણ ગ્રહવા ન જાયે કાયગોચર સ્પર્શને; ૩૭૯. શુભ કે અશુભ જે ગુણ તે તું જાણુ મુજને નવ કહે, ને જીવ પણ ગ્રહવા ન જાયે બુદ્ધિગોચર ગુણને; ૩૮૦. શુભ કે અશુભ જે દ્રવ્ય તે તું જાણુ મુજને નવ કહે, ને જીવ પણ ગ્રહવા ન જાયે બુદ્ધિગોચર દ્રવ્યને. ૩૮૧. –આ જાણીને પણ મૂઢ જીવ પામે નહીં ઉપશમ અરે! શિવ બુદ્ધિને પામેલ નહિ એ પર ગ્રહણ કરવા ચહે. ૩૮ર.
અર્થ –બહુ પ્રકારનાં નિંદાનાં અને સ્તુતિનાં વચનરૂપે પુદગલે પરિણમે છે; તેમને સાંભળીને અજ્ઞાની છવ મને કહ્યું? એમ માનીને રષ તથા તોષ કરે છે અર્થાત ગુસ્સે થાય છે તથા ખુશી થાય છે).
પુદ્ગલ દ્રવ્ય શબ્દપણે પરિણમ્યું છે, તેનો ગુણ (તારાથી) અન્ય છે, તો તે અજ્ઞાની જીવ! તને કાંઈ પણ કહ્યું નથી; તું અજ્ઞાની થયે થકે રોષ શા માટે કરે છે ?
અશુભ અથવા શુભ શબ્દ તને એમ નથી કહેતા કે “તુ