________________
સમયસાર–સંવર અધિકાર [ ૬૩ जह कणयमग्गितवियं पिकणयभावं ण तं परिचयदि । तह कम्मोदयतविदो ण जहदि णाणी दु णाणित्तं ॥१८४॥ एवं जाणदि गाणी अण्णाणी मुणदि रागमेवादं । अण्णाणतमोच्छण्णो आदसहावं अयाणंतो ॥१८५॥ જ્યમ અગ્નિતત સુવર્ણ પણ નિજ સ્વભાવ નહી તજે, ત્યમ કર્મઉદયે તખ્ત પણ જ્ઞાની ન જ્ઞાનીપણું તજે. ૧૮૪. જીવ જ્ઞાની જાણે આમ, પણ અજ્ઞાની રાગ જ જીવ ગણે, આત્મસ્વભાવ-અજાણ જે અજ્ઞાનતમ-આચ્છાદને. ૧૮૫.
અર્થ –જેમ સુવર્ણ અગ્નિથી તપ્ત થયું થયું પણ તેના સુવર્ણપણાને છાડતું નથી તેમ જ્ઞાની કર્મના ઉદયથી તપ્ત થયો થકે પણ જ્ઞાનીપણાને છેડતા નથી–આવું જ્ઞાની જાણે છે, અને અજ્ઞાની અજ્ઞાન અંધકારથી આચ્છાદિત હોવાથી આત્માના સ્વભાવને નહિ જાણતો થકે રાગને જ આત્મા માને છે,
सुद्धं तु वियागंतो सुद्धं चेवप्पयं लहदि जीवो । जाणतो दु असुद्धं असुद्धमेवप्पयं लहदि ॥१८६ ।। જે શુદ્ધ જાણે આત્મને તે શુદ્ધ આત્મ જ મેળવે; અણુશુદ્ધ જાણે આત્મને અણુશુદ્ધ આત્મ જ તે લહે. ૧૮૬.
અર્થ –શુદ્ધ આત્માને જાણતો-અનુભવતો જીવ શુદ્ધ આત્માને જ પામે છે અને અશુદ્ધ આત્માને જાણત-અનુભવતો જીવ અશુદ્ધ આત્માને જ પામે છે.
अप्पाणमप्पणा रुधिऊण दोषुण्णपावजोगेसु । दसणणाणम्हि ठिदो इच्छाविरदो य अण्णम्हि ॥ १८७॥