________________
૧૯i , , પંચ પરમગામ
વળી, જે પરને હણે છે અને જે પરથી હણાય છે તે પ્રકૃતિ છે એ અર્થમાં પઘાતનામકર્મ કહેવામાં આવે છે, તેથી અમારા ઉપદેશમાં કેઈ પણ જીવ ઉપઘાતક (હણનાર) નથી કારણ કે કમ જ કર્મને હણે છે એમ કહ્યું છે.”
* (આચાર્યભગવાન કહે છે કે –) આ પ્રમાણે આ સાંખ્યમતને ઉપદેશ જે શ્રમણે (જેન મુનિઓ) પ્રરૂપે છે તેમના મતમાં પ્રકૃતિ જ કરે છે અને આત્માએ તે સર્વે અકારક છે એમ કરે છે!
અથવા (કર્તાપણાને પક્ષ સાધવાને) જે તું એમ માને કે મારે આત્મા પિતાના (વ્યરૂપ) આત્માને કરે છે, તે એવું જાણનારને તારે એ મિથ્યાસ્વભાવ છે (અર્થાત એમ જાણવું તે તારે મિથ્યાસ્વભાવ છે); કારણ કે–સિદ્ધાંતમાં આત્માને નિત્ય, અસંખ્યાત-દેશી બતાવ્યો છે, તેનાથી તેને હીનઅધિક કરી શકાતું નથી; વળી વિસ્તારથી પણ જીવનું જીવરૂપ નિશ્ચયથી લોકમાત્ર જાણ; તેનાથી શું તે હીન અથવા અધિક થાય છે? તે પછી (આત્મા) દ્રવ્યને (અથત દ્રવ્યરૂપ આત્માને કઈ રીતે કરે છે?
અથવા જે “જ્ઞાયક ભાવ તે જ્ઞાનસ્વભાવે સ્થિત રહે છે? એમ માનવામાં આવે, તો એમ પણ આત્મા પોતે પોતાના આત્માને કરતો નથી એમ કરે છે! ' (આ રીતે કતપણું સાધવા માટે વિવક્ષા પલટીને જે પક્ષ કહ્યો તે ઘટતો નથી.) . (આ પ્રમાણે, કર્મને કર્તા કર્મ જ માનવામાં આવે તે સ્યાદવાદ સાથે વિરોધ આવે છે; માટે આત્માને અજ્ઞાન-અવસ્થામાં