________________
સમયસાર – જરા અધિકાર
સંહ
પ્રકારના ભેગો આપે છે, તેવી જ રીતે છવપુરુષ સુખ અર્થે કમરજને સેવે છે તો તે કમ પણ તેને સુખ ઉત્પન્ન કરનારા અનેક પ્રકારના ભેગો આપે છે,
વળી જેમ તે જ પુરુષ આજીવિકા અર્થે રાજાને નથી સેવતો તે તે રાજા પણ તેને સુખ ઉત્પન્ન કરનારા અનેક પ્રકારના ભેગા નથી આપતે, તેવી જ રીતે સમ્યગ્દષ્ટિ વિષય અર્થે કમરજને નથી સેવત તો (અર્થાત તેથી) તે કર્મ પણ તેને સુખ ઉત્પન્ન કરનારા અનેક પ્રકારના ભેગે નથી આપતું
सम्माद्दिट्टी जीवा णिस्संका होति णिब्भया तेण । सत्तभयविप्पमुक्का जम्हा तम्हा दु णिस्संका ॥२२८॥ સમ્યક્ત્વવંત જીવો નિઃશંકિત, તેથી તે નિર્ભય અને છે સસભયપ્રવિમુક્ત જેથી, તેથી તે નિશંક છે. ૨૨૮.
અર્થક–સમ્યગ્દષ્ટિ જીવો નિશંક હોય છે તેથી નિર્ભય હોય છે; અને કારણ કે સપ્ત ભયથી રહિત હોય છે તેથી નિાશક હોય છે (અડેલ હોય છે).
जो चत्तारि वि पाए छिंददि ते कम्मबंधमोहकरे । सो णिस्संको चेदा सम्मादिट्ठी मुणेदवो ॥२२९॥ જે કર્મબંધનમેહકર્તા પાદ ચારે છેદ, ચિમૂર્તિ તે શંકારહિત સમકિતદષ્ટિ જાણ. ર૨૯.
અર્થ:–જે *ચેતયિતા, કમબધ સંબંધી મેહ કરનારા (અર્થાત જીવ નિશ્ચયથી કર્મ વડે બંધાય છે એવો ભ્રમ કરનારા)
ચેતયિતાઃચેતનાર, જાણનાર–દેખનાર, આત્મા.