________________
પંચ પરમાગમ
अप्पडिकमणं दुविहं दव्वे भावे अपञ्चखाणं पि । एदेणुवदेसेण य अकारगो वण्णिदो चेदा ॥२८४॥ जावं अप्पडिकमणं अपञ्चखाणं च दवभावाणं । - कुवदि आदा तावं कत्ता सो होदि णादवो ॥ २८५॥ અણપ્રતિક્રમણ દ્રયવિધ, અણુપચખાણ પણ કયવિધ છે, , –આ રીતના ઉપદેશથી વ અકારક જીવને. ૨૮૩. અણપ્રતિક્રમણ બે—દ્રવ્યભાવે, એમ અણુપચખાણ છે, –આ રીતના ઉપદેશથી વચ્ચે અકારક જીવને. ૨૮૪. અણપ્રતિક્રમણ વળી એમ અણુપચખાણ દ્રવ્યનું, ભાવનું, આત્મા કરે છે ત્યાં લગી કત બને છે જાણવું ૨૮૫.
અર્થ –અપ્રતિક્રમણ બે પ્રકારનું તેમ જ અપ્રત્યાખ્યાન બે પ્રકારનું જાણવું–આ ઉપદેશથી આત્મા અકારક વર્ણવવામાં આવ્યો છે.
અપ્રતિકમણ બે પ્રકારનું છે–દ્રવ્ય સંબંધી અને ભાવ સંબધી; તેવી રીતે અપ્રત્યાખ્યાન પણ બે પ્રકારનું છે—દ્રવ્ય સંબંધી અને ભાવ સંબંધી–આ ઉપદેશથી આત્મા અકારક વર્ણવવામાં આવ્યો છે.
જ્યાં સુધી આત્મા દ્રવ્યનું અને ભાવનું અપ્રતિક્રમણ તથા અપ્રત્યાખ્યાન કરે છે ત્યાં સુધી તે કર્તા થાય છે એમ જાણવું.
आधाकम्मादीया पोग्गलदव्वस्स जे इमे दोसा । कह ते कुवदि णाणी परदव्वगुणा दुजे णिचं ॥२८६ ॥ आधाकम्म उद्देसियं च पोग्गलमयं 'इमं दवं ।। कह तं मम होदि कयं जं णिच्चमचेदणं वुत्तं ॥२८७।।