________________
૪૦ ]
પંચ પરમાગમ णियमा कम्मपरिणदं कम्मं चिय होदि पोग्गलं दव्यं ।
तह तं गाणावरणाइपरिणदं मुणसु तच्चेव ।।१२० ॥ જીવમાં સ્વયં નહિ બદ્ધ, ન સ્વયં કર્મભાવે પરિણમે, તો એવું પુદ્ગલદ્રવ્ય આ પરિણમનહીન બને અરે! ૧૧૬. બે વર્ગણા કામણ તણું નહિ કર્મભાવે પરિણમે, સંસારને જ અભાવ અથવા સમય સાંખ્ય તણો ઠરે! ૧૧૭. જે કમભાવે પરિણમાવે જીવ પુદગલદ્રવ્યને, ક્યમ જીવ તેને પરિણુમાવે જે સ્વયં નહિ પરિણમે? ૧૧૮. સ્વયમેવ પુદ્ગલદ્રવ્ય વળી જે કર્મભાવે પરિણમે, જીવ પરિણાવે કર્મને કર્મત્વમાં–મિથ્યા બને. ૧૧૯. પુદ્ગલદરવ જે કમપરિણત, નિશ્ચય કર્મ જ બને; જ્ઞાનાવરણઈત્યાદિપરિણત, તે જ જાણે તેહને. ૧૨૦.
અર્થ – આ પુદગલદ્રવ્ય જીવમાં સ્વયં બંધાયું નથી અને કેમભાવે સ્વયં પરિણમતું નથી એમ જે માનવામાં આવે તો તે અપરિણામી કરે છે; અને કામણગણુઓ કર્મભાવે નહિ પરિણમતાં, સંસારને અભાવ કરે છે અથવા સાંખ્યમતને પ્રસંગ આવે છે.
વળી જીવ પુદ્ગલ દ્રવ્યોને કર્મભાવે પરિણુમાવે છે એમ માનવામાં આવે તે એ પ્રશ્ન થાય છે કે સ્વયે નહિ પરિણમતી એવી તે વગણાઓને ચેતન આત્મા કેમ પરિણમાવી શકે? અથવા જે પુદગલ દ્રવ્ય પોતાની મેળે જ કમભાવે પરિણમે છે એમ માનવામાં આવે, તે જીવ કર્મને અર્થાત પુદ્ગલ દ્રવ્યને કમપણે પરિણુમાવે છે એમ કહેવું મિથ્યા કરે છે, જે