________________
મારાં આ કાવ્યને હું લખાવું તેમ લખી આપે એવો કોઈ લેખક મને પૃથ્વીના પટ પર દેખાતો નથી.
બ્રહ્મા આ બધું સાંભળી રહે છે. કોઈ બીજાના મુખમાં જે બેલ અતિશયોક્તિભર્યા લાગે, તે વ્યાસજીના મુખમાં તેમને તદ્દન સ્વાભાવિક લાગે છે, કારણ વ્યાસજીની શક્તિઓથી અને એમના સંયમથી બ્રહ્મા સુપરિચિત છે. વળી વ્યાસજીએ જન્મ ધરી કદી અસત્ય ઉચ્ચાયું નથી એ પણ બ્રહ્મા જાણે છે, પહેલાં તે બ્રહ્મા વ્યાસની આ કૃતિને આશીર્વાદ આપે છે.
ત્વચા ર વ્યમિત્યુત તસ્માત વાગ્યે મfથતિ, “તે તારી કૃતિને કાવ્ય” તરીકે નિર્દેશી છે, તે જા, તારી એ કૃતિ “કાવ્ય” જ બનશે... આના કરતાં ચઢી જાય એવું કાવ્ય કોઈ કવિ નહિ લખી શકે. જેમ ત્રણેય આશ્રમો ગૃહસ્થાશ્રમને આધારે રહે છે, તેમ હવે પછી બધા કવિએ તારા આ કાવ્યને આધારે રહેશે.” એટલે વ્યાસજીને જે મુશ્કેલી વરતાઈ છે, તેનું નિરાકરણ કરતાં કહે છે?
ગણપતિને શરણે જ તારા આ કાવ્યના લેખક તે બનશે.” બ્રહ્મા અન્તર્ધાન થતાં વ્યાસજીએ ગણેશનું સ્મરણ કર્યું.
“હું તારા કાવ્યને લેખક થઉં, પણ એક શરતે!” બ્રહ્મા અને વ્યાસ વચ્ચે થયેલી વાતચીતથી પરિચિત ગણેશે આવતાવેંત કહ્યું.
“બિરાજો!” વ્યાસજીએ વિનંતિ કરી. “તમારી શરત મને માન્ય જ હશે.”
શરત એટલી જ છે, મહર્ષિ, કે તમે તમારો ગ્રન્ય મને ધારાવાહી રીતે લખાવો. વચ્ચે તમે કયાંય થંભો નહિ, તો જ હું તમારે લેખક બનું.”
“માન્ય છે.” વ્યાસજીએ જવાબ દીધો. “પણ તો પછી મારી પણ એક શરત રહેશે.”
બેલે.” “આપ જે લખે, તે સમજીને જ લખશો.” “કબૂલ !”
અને મહાભારત લખાવવાનું—લખવાનું શરૂ થયું. વ્યાસજી લખાવતા જાય અને ગણપતિ લખતા જાય. ગણપતિની શરતને લક્ષમાં રાખીને વ્યાસજી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com