________________
મહાભારતને લેખક
એક વેદને ચાર સંહિતાઓમાં સંકલિત કર્યા પછી વ્યાસજીએ મહાભારત રચ્યું. ઈતિહાસને તેમણે મને મન શબ્દબદ્ધ કર્યો. પછી એમને વિચાર થયો કે આ “આખ્યાન-વરિષ્ઠ” મારે મારા શિષ્યોને ભણાવવું શી રીતે ?
વ્યાસજીના મનની આ મુંઝવણ પામી જઈને લોક-ગુરુ બ્રહ્મા તેમની પાસે આવ્યા.
તેમને જોતાં જ મહર્ષિ વ્યાસ પોતાના શિષ્યોની સાથે ઊભા થઈ ગયા. પિતામહને વંદન કરીને તેમણે એક સુયોગ્ય આસન પર બેસાડ્યા. અને પછી તે પિતે તેમની પાસે ઊભા રહ્યા. બ્રહ્માએ એમને બેસવાનું કહ્યું ત્યારે જ એ બેઠા.
પછી બ્રહ્માને તેમણે કહ્યું : “ભગવન, મેં એક સુદીર્ઘ કાવ્યનું મનોમન નિર્માણ કર્યું છે. એમાં વેદનું રહસ્ય તેમજ બીજું એ કે મને સદાને માટે જાળવવા જેવું લાગ્યું છે તે બધું જ મેં ગૂંથી લીધુ છે. ઉપનિષદોને મર્મ પણ મેં યથાસ્થાને સમજાવ્યો છે. ઇતિહાસને અને પુરાણી લકકથાઓને પણ મેં એમાં સમાવિષ્ટ કર્યા છે. ભૂત, વર્તમાન અને ભવિષ્ય; જરા, મૃત્યુ, ભય, વ્યાધિ, ભાવ અને અભાવની સમજણ વિવિધ ધર્મ અને આશ્રમોનાં લક્ષણો; ચાતુર્વર્ય અને સમગ્ર પુરાણેને સાર; તપ, બ્રહ્મચર્ય, પૃથિવી, ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, તારાઓનું પ્રમાણ, યુગોનું પ્રમાણ, કફ, યજુવું અને સામે ત્રણ વેદ અને અધ્યાત્મ, ન્યાય, શિક્ષા, ચિકિત્સા, દાન, પાશુપત; દેવો અને મનુષ્યના જન્મને હેત; તીર્થોનું વર્ણન, નદીઓ, પર્વતો, વને, સાગરો અને દિવ્ય નગરોના વર્ણને, યુદ્ધ-કૌશલ, વ્યાકરણ, જનતાનું જીવન; જે કૈ સર્વલકને ઉપયોગી થઈ પડે એવું મને લાગ્યું તે બધું જ મેં આ એક ગ્રન્થમાં ગૂંથી લીધું છે. ___ पर न लेखकः कश्चिद् एतस्य भुवि विद्यते।
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com