________________
મનમાં તો હવે તેને સમજાઈ જ ચૂક્યું હતું કે આ લાગે છે ભલે બાળક, પણ છે વૃદ્ધ, જ્ઞાનવૃદ્ધ, વૃદ્ધનું જેટલું માન કરવું ઘટે, એટલું જ આ જ્ઞાનવૃદ્ધનું માન થવું જોઈએ.
યાજ્ઞિકાએ રાજાને અનુમોદન આપ્યું. દરમ્યાન ઈન્દ્ર સમેત તક્ષકને યજ્ઞાગ્નિમાં હોમાવા માટે આવાહન કરતા તેમના મંત્રો તો ચાલુ જ હતા. ઇન્દ્ર એ મંત્રોના પ્રભાવથી પરાજીત થયો. તેણે પોતાની જાતને, તક્ષક સમેત, પૃથ્વી પર પડતી દીઠો. તે ભયભીત થયા. કટોકટીને વખતે આશ્રિત તક્ષકને પણ તેણે ત્યાગ કર્યો. બિચારો તક્ષક! એ હવે અરક્ષિત, એકાકી અને દીન બનીને યજ્ઞની જવાળાઓ તરફ ઘસડાવા માંડયો.
પણ બ્રાહ્મણ બાળ આસ્તીકને પ્રભાવ પણ કે ઓછો ન હતો.
યજ્ઞ–અગ્નિથી હવે થોડાક જ છેટા રહેલા તક્ષકને તેણે “તિ ઝ!' કહીને ત્યાં જ થંભાવી દીધો. પછી રાજાને ઉદ્દેશીને તેણે કહ્યું : “તારે જે મને કૈક આપવું જ હોય તો ફક્ત આટલું જ આપઃ આ સર્પસત્ર બંધ કરી દે !”
રાજાએ આસ્તીકને તેની આ માગણીના બદલામાં પુષ્કળ દ્રવ્ય આપવાની લાલચ દેખાડી, પણ આસ્તીક મક્કમ રહ્યોઃ “સત્ર તે વિરમતું જીતતા તારે આ સત્ર હવે આટલેથી જ પૂરો થાઓ, એવી મારી માગણી છે.”
અને તે જ પળે જનમેજયે સર્પ સત્ર બંધ કરવાની આજ્ઞા આપી.
“અભુત ! અભુત !” ચોમેરથી ઋષિએ ઉગ્રશ્રવાને ધન્યવાદ આપી રહ્યા. “આપણું ઈતિહાસની એક અજોડ ઘટના નજરે નિહાળવાને લહાવો તમને મળ્યો, મહર્ષિ !”
એથી યે એક વધુ મોટો લહાવો મને ત્યાં મળ્યો છે, મહાનુભાવો.” “એ વળી કઈ જાતને ?”
“જનમેજયે સર્પસત્રની દીક્ષા લીધી છે એવા સમાચાર સાંભળતાં વેંત મહર્ષિ વ્યાસ પિતાના અનેક શિષ્યો સાથે ત્યાં આવેલા. એમને જોતાં જ જનમેજય અને અન્ય સૌ ઊભા થઈ ગયા. એમને યથાવિધિ સત્કાર કરીને જનમેજયે એમને પૂછેલું: “પાંડુપુત્રો અને ધૃતરાષ્ટ્રપુત્રનું યુદ્ધ તમે નજરે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com