________________
ભરાયા. ઇન્દ્ર જે આપણે જ દેવ થઈને આપણી વિરુદ્ધ વર્તતે હોય તે તેને પણ અગ્નિને હવાલે કરવો જોઈએ એવો તેમણે સંકલ્પ કર્યો અને તક્ષાય સ્વાહાં ય સ્વાદાના ભીષણ નાદથી જનમેજયના સર્પ-સત્રની ધરતી ધણધણી ઊઠી.”
ખરા છે આ બ્રાહ્મણે ય તે ! પછી ?” “પછી શું? તક્ષક અને તેને રક્ષક ઈન્દ્ર બન્ને સ્વર્ગથી ઉખડીને જનમેજયના યજ્ઞના સહસ્ત્રશિખ અગ્નિ ભણી ઝિકાવા માંડયા... અને પળ બે પળમાં તો હતા-ન હતા થઈ જાત, પણ ત્યાં તો બરાબર અને વખતે, આસ્તીક નામે એક બ્રાહ્મણ બાળક આવ્યો. દ્વારપાળોએ તેને યજ્ઞ-સભામાં પ્રવેશ કરતાં રોકવાને પ્રયત્ન તે ઘણય કર્યોપણ તેમને સૌને આઘા ખસેડીને એ અંદર ધસી આવ્યો અને આવતાંવેંત જનમેજય રાજાને ઉદ્દેશીને તેણે “યજ્ઞ એટલે શું ? સાચે યજ્ઞ કેવો હોવો જોઈએ? પ્રાચીન કાળમાં કાણે કાણે એવા યજ્ઞ કર્યા હતા?”—વગેરે બધું જેમાં આવી જતું હતું એવા યજ્ઞ-સ્તુતિના શ્લેકે લલકારવા માંડયા. “રંતિદેવ, ગાય, નૃગ, આજમીઢ, ખટ્વાંગ, નાભાગ, દિલી૫, યયાતિ, માધાતા, ભીમ, યુધિષ્ઠિર, આદિ અનેક પુણ્યક પૂર્વજોએ યજ્ઞ કરેલા છે; ખુદ કૃષ્ણદ્વૈપાયન વ્યાસે પણ થના કરેલા છે, જેમાં (સ્વયં ૨ ર્મ પ્રવર ચત્ર ) યજ્ઞ અંગેને બધા વિધિ પણ તેમણે જાતે જ કર્યો હતો.
એ બધા યજ્ઞો કયાં, અને આ તારે યજ્ઞ કયાં !” બ્રાહ્મણ બાળક આસ્તીકે પૂર્ણાહુતિ કરી.
આસ્તીકની આ સ્તુતિથી તે યજ્ઞમાં બેઠેલા સૌ-રાજા જનમેજય, યજ્ઞ કરાવનારા યાજ્ઞિક અને અન્ય મહર્ષિઓ બધા જ- પ્રસન્ન થયા. સૌને લાગ્યું કે આસ્તીક અમારી પ્રશંસા કરી છે. જનમેજયને તો પોતાના પ્રતાપી પૂર્વ સાથે પોતાની સરખામણું થાય એ ગમે જ; પણ બ્રાહ્મણોને પણ લાગ્યું કે ખુદ ઈન્દ્રને યજ્ઞની જ્વાળાઓ સુધી ઘસડી લાવવાની અમારી મંત્રશક્તિ ઉપર આસ્તીક મુગ્ધ છે.
સોના ચહેરા પર પ્રસન્નતા જોઈને જનમેજયે આસ્તીકને એક “વર આપવાની ઇચ્છા દર્શાવી.
આપને જે જોઈએ તે માગી લે.” બ્રાહ્મણ બાળકને તેણે કહ્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com