________________
સર્પસત્ર
નૈમિષારણ્યમાં કુલપતિ શૌનકને દ્વાદશ-વાર્ષિક (બાર વરસને) સત્ર ચાલી રહ્યો છે. દેશ અને દુનિયાને ખૂણેખૂણેથી ઋષિઓ એમાં ભાગ લેવા ભેગા થયા છે.
એ સત્રમાં એક દિવસે મહર્ષિ ઉગ્રશ્રવા આવે છે. એમને જોતાં વેંત આખી સભા ઊભી થઈ જાય છે. સૌ એમને ઓળખે છે. નામ પ્રમાણે એમનામાં ગુણો છે. એમનું “શ્રવણ' (અધ્યયન) ઘણું જ વિસ્તૃત અને વૈવિધ્યભર્યું છે. “શ્રવણ'માં કેઇ એમની બરાબરીને નથી. બહુશ્રુતામાં પણ બહુશ્રુત ગણાય એટલું એમનું ‘શ્રવણું છે. વર્ષોથી એ અને એમના પિતા શ્રેતાઓના રૂંવાં ઊભાં કરી દે એવી રોમાંચક કથાઓ કહેવા માટે પ્રખ્યાત છે. પિતાનું તે નામ જ લેમ-હર્ષણ (રેમ-હર્ષણ રંવા ઊભા કરનાર) છે પિતા પુત્ર અને પૌરાણિક છે. ભૂતકાળની જ્ઞાનગરવી ગાથાઓ અધિકારી જિજ્ઞાસુઓને સંભળાવવી એ જ એમને વ્યવસાય છે.
જાતજાતની અને ભાતભાતની રસભરી કથાઓ (જિત્રા યા) સાંભળવાની ઉત્કંઠાવાળા મુનિએ રેમ-હર્ષણના આ પુત્રને જોતાં વેંત તેમને વીંટળાઈ વળે છે. ઉગ્રશ્રવા સૌને કુશળ પૂછે છે અને ઋષિઓને પિતપોતાના આસને પાછા બિરાજવાની વિનંતી કરે છે. તે પોતે પણ તેમને ચિંધાયેલા આસન પર બેસે છે.
આમ સૌ પોતપોતાના આસન ઉપર બેઠા પછી એક ઋષિ ઉભા થઈને મહર્ષિ ઉગ્રશ્રવાને સૌના વતી પ્રશ્ન પૂછે છેઃ
“આપ ક્યાંથી પધારે છો ?” “હું પરીક્ષિત-પુત્ર જનમેજયના સર્પ સત્રમાંથી આવું છું, મહર્ષિઓ.”
સર્પ-સત્રમાંથી !” નવા શબ્દથી ચોંકી ઊઠેલા કેટલાક ઋષિઓ પડઘો પાડે છે. “જનમેજયે સર્પ-સત્ર કર્યો હતો? શા માટે?”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com