________________
નારાયણ અને નર
नारायण नमस्कृत्य नरं चैव नरोत्तमम् ।
देवी सरस्वती चैव ततो जयमुदीरयेत् ॥ નારાયણને, નરોત્તમ નરને તથા દેવી સરસ્વતીને નમસ્કાર કરીને પછી નયનું આખ્યાન કરવું.”
નય એ મહાભારત ગ્રન્થનું બીજું નામ છે. તે ધર્મસ્તતો નઃ એ મહાભારતને સંદેશ છે. યની સાચી વ્યાખ્યા આ ગ્રન્થ દ્વારા વ્યાસજીએ આપી છે, એ જોતાં પણ નય એવું એનું નામ સાર્થક છે. ભરતનાં સંતાને એ એના મુખ્ય પાત્ર છે, એટલે આ ગ્રન્થને “ભારત” પણ કહેવાય છે. ગ્રન્થનાં અસામાન્ય વિસ્તાર તથા મહત્તા જોતાં એને મહાભારત નામ આપવામાં આવ્યું છે.
આ રચનું આખ્યાન રચતી વખતે એના રચનાર વ્યાસજીએ ત્રણ તને દૃષ્ટિ સમક્ષ રાખ્યાં છેઃ (૧) નારાયણને, (૨) નરોત્તમ નરને અને (૩) દેવી સરસ્વતીને. વાંચનારે તથા સાંભળનારે પણ એ ત્રણ તને નજર સામે રાખવાં જોઈએ – એ ગ્રન્થના વાચનશ્રવણમાંથી વધુમાં વધુ લાભ એને લેવો હોય તે.
આ ગ્રન્થનારાયણને નજર સામે રાખીને લખાયેલ છે વાચક-વિશ્વના અંતરમાં પિઠેલા પ્રભુને જગાડવા માટે લખાયેલ છે. આ માત્ર વાણીવિલાસ નથી. એને હેતુ છે; અને એ હેતુ છે, વ્યક્તિ વ્યક્તિના અંતરાત્મામાં પ્રસુપ્ત પડેલ પરમાત્માને જગાડવાનો.
આવી રીતે જેણે પિતાનામાં પહેલા પ્રભુને જગાડયા છે એ નર નરોત્તમ છે. અર્જુન એ નરોત્તમ નર છે અથવા કહે કે એવા નરોત્તમ નરત્વને સાધક છે. વાંચનાર ધારે તો તે અજુન જેવો જરૂર બની શકે છે, એ એ બને એવી મહાભારતના રચયિતાની ભાવના છે. નરોત્તમ નરેના નિર્માણના હેતુથી જ આ ગ્રન્થ લખાયો છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com