________________
૧૧
સંસ્કૃતિ પ્રત્યે લોકોને આટલે બધે સદ્ભાવ છે, તે અન્યથા તને જાણવા શી રીતે મળત!” એવી લાગણી મારામાં જમી. મારી ષષ્ઠીપૂર્તિ વખતે (આઠેક વર્ષ પહેલાં) અને કીર્તનકેન્દ્ર ટ્રસ્ટની સ્થાપના વખતે પણ (ત્રણેક વરસ પહેલાં) આવી જ લાગણી મેં અનુભવી હતી.
અને છતાં ગ્રન્થ પ્રગટ થઈ રહ્યો છે ત્યારે એક વાતને વસવસો અત્યંત તીવ્રપણે અનુભવી રહ્યો છું. વસવસે અને ભોંઠપ બને ! ગ્રન્થ માર્ચ– એપ્રિલના અરસામાં ગ્રાહકોના હાથમાં મૂકવાની ધારણા હતી, તેને બદલે ઓગસ્ટ થયો ! કાને વાંક કાઢું? માણસ મંત્રની બાબતમાં જેટલે સ્વાધીન છે, તેટલો તંત્ર અને યંત્ર બાબત નથી. બીજો અને ત્રીજો ભાગ હવે નવેમબર ૭૦ અને ફેબ્રુઆરી ૭૧ માં આપવાની ધારણા છે પણ તે પણ પ્રકટ કરતાં હવે સંકોચ અનુભવું છું.
અંતમાં મારા પ્રત્યેની મમતાથી પ્રેરાઈને આ ગ્રન્થના પ્રફ-વાચનની કેટલીક જવાબદારી પિતાને માથે ઉલટભેર ઉપાડી લેનાર વિદ્યાનગરની ટી વી. પટેલ આર્ટસ કોલેજના પ્રાચાર્ય શ્રી દિલાવરસિંહજી જાડેજાને હું અત્યંત ઋણી છું. પ્રફ-વાચન એ કેટલું કંટાળાભર્યું કામ છે એ તે જેને અનુભવ હોય તે જ જાણે. ઉપરાંત વિદ્યાનગરના જ સંસ્કૃતના અધ્યાપક શ્રી હરિપ્રસાદ જોષીને પણ હું એ જ ઋણી છું. શરૂઆતનાં ૭ર પાનનાં પ્રફે તેમણે તપાસેલાં છે. અને મુદ્રણ-વ્યવસ્થા અંગેની ડધામ પણ એમણે જ મૈત્રીભાવે કરી છે. સાથે સાથે અત્યંત કાળજીપૂર્વક હસ્તપ્રત તૈયાર કરવા માટે નચિકેતા કાર્યાલયના બહેન સુશીલા મેદાને પણ અહીં સાભાર ઉલેખ કરવો જોઈએ.
હવે ફકત પાંચ જ નામ બાકી છે, જેમને ઉલ્લેખ કર્યા વગર આ પૂર્વ રંગ અધૂરો જ ગણાય. “અખંડાનંદના તંત્રી ભાઈ શ્રી ત્રિભુવનદાસભાઈ ઠક્કર અને તેમના મુદ્રણ–નિષ્ણુત પુત્ર શ્રી પ્રવીણભાઈ ઠકકર, બન્નેએ પ્રકાશન જાણે તેમનું પોતાનું જ હોય એ રસ એનામાં લીધો છે; ઉપરાંત મારા કરાંચી-સમયના બે સહદય મિત્રો-શ્રી ડાહ્યાલાલ કોટક અને શ્રી કાનજીભાઈ પરમાર જેમણે પોતાની હજાર જાતની જાળો વચ્ચે મારા આ પ્રકાશન પાછળ ખૂબ સમય ગાળે છે; અને છેલ્લે, લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, મારા મિત્ર, સુહદ્ અને સ્વજન પ્રા. શ્રી રતિભાઈ ખેતાણી, જેઓશ્રી દાયકાઓ થયાં મારા દરેક કાર્યમાં અત્યંત ઉમળકાભેર સાદ અને સાથ પુરાવી રહ્યા છે. ૧૫, ઓગસ્ટ, ૧૯૭૦
કરસનદાસ માણેક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com