Book Title: Mahabharat Katha Part 01
Author(s): Karsandas Manek
Publisher: Nachikta Prakashan

View full book text
Previous | Next

Page 11
________________ ૧૦ શરૂ થઈ અને શરૂ થતાની સાથે લોકપ્રિય થઈ, અને એટલે જ તે પછી વર્ષો બાદ “પંચાયત રાજ' બંધ થયું ત્યારે એને “ગુજરાત” માં આગળ ચલાવવામાં આવી. “પંચાયત રાજ” માં તો તે સચિત્ર આવતી હતી. આ પ્રસંગે શ્રી મણિભાઈને તેમ જ કથાની મુદ્રણ-ચિત્રણ-માવજત ખૂબ ભાવથી કરનાર તેમના ખાતાના ભાઈઓને-અને બહેનો પણ આભાર માની લઉં. અને હવે જ્યારે એ ત્રણ ભાગોમાં ગ્રન્થસ્થ થઈ રહી છે, ત્યારે આવડા તોતિંગ પ્રકાશનની જવાબદારી એકલે હાથે ઉઠાવવાની હિંમત જે જે મિત્રોના ઉષ્માભર્યા સહકારે પ્રેરી છે તે સૌને પણ કૃતજ્ઞભાવે ઉલેખ કરી લઉં. અગાઉથી ગ્રાહકે નોંધવાની યોજના પ્રસિદ્ધ થઈ કે તરત જ ગુજરાત-બૃહદ ગુજરાતમાં ઠેરઠેર વસતા મિત્રોએ એ કાર્ય ઉલટભેર ઉપાડી લીધું. પહેલ, એક વખતના મારા તેજસ્વી વિદ્યાર્થી અને અત્યારના મારા સ્નેહાળ મિત્ર, કરાંચીથી નિર્વાસિત થયા પછી જામખંભાળિયામાં ઠરી ઠામ અને પ્રશસ્ત-નામ થયેલ શ્રી પુરુષોતમ પ્રેમજી બદીઆણીએ કરી. મોરબીની આર્ટસ કોલેજના આચાર્ય જયાનંદભાઈ દવેએ એટલી જ ઉલટથી મોરબીને સાથ મેળવી આપ્યો. રાજકેટના “સારથિ' ના તંત્રી મારા પુત્રવત મિત્ર-જેમની સાથે ત્રણ પેઢીઓને પ્રેમ-સંબંધ છે–મહેન્દ્ર વ્યાસ તો મારી સાથે પહેલેથી જ હતા. મુંબઈના મારા મિત્રો અને તેમાંય ખાસ કરીને કીર્તનકેન્દ્રના મારા સહટ્રસ્ટીઓ-મુ. શ્રી રામભાઈ બક્ષી, મીઠીબાઈ કોલેજના આચાર્ય શ્રી અમૃતલાલ યાજ્ઞિક, મારી પ્રત્યેક જ જાળને પોતાના માથે ઓઢી લેતા આઇડિયલ હાઈસ્કુલના આચાર્ય શ્રી નગીનભાઈ સંથેરિયા અને શ્રી હિંમત ઝવેરી અને બહેન પલ્લવી શેઠ... મારા પ્રત્યેક સાહસને પોતાનું સમજીને તેને વ્યવહારૂ બનાવવાની ચિન્તા કર્યા કરતા મારા પ્રેમળ મિત્ર શ્રી છગનલાલ લધુભાઈ શાહ, છેલ્લાં દશેક વરસથી જેમની સાથે હું પ્રેમની સાંકળે સંકળાયો છું તે ચારુતર વિદ્યામંડળના સમર્થ સૂત્રધાર શ્રી એચ. એમ. પટેલ અને પ્રકાશન પરના આર્થિક બોજને હળવો કરવાના હેતુથી પૃષ્ઠદાન કરનારા સહદય સંભાવિતો- (જેમનાં નામ ગ્રન્થનાં છેલાં પૃષ્ઠો પર અંકિત જ છે.) પણ બધાં જ નામે ગણાવવા બેસીશ તો સરતચૂકથી પણ કોઈ રહી જશે એને અન્યાય થશે ! હકીકત એ છે કે ઠેઠ કલકત્તા, ધનબાદ અને ઝરિયા સુધી કથાના આ સાદને એવી તો બુલંદ દાદ મળી કે થોડા જ વખતમાં “સારું થયું જે આવું કામ તે ઉપાડયું: સાહિત્ય અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 370