________________
કાલલાક-સર્ગ ૨૮ इत्यं चैतदुरीकार्यं वर्तनाद्यात्मकोऽन्यथा । कालास्तिकायः स्वीकार्यो भवेद्व्योमेव सर्वगः ॥१६॥ न चाहदिष्टादिष्टं तत् सिद्धांते यत्पुनः पुनः । पंचास्तिकाया एवोक्ताः कालो द्रव्यं पृथग् न तत् ॥१७॥ परे त्वाहुः समद्रव्य-प्रवर्ती वर्तनादिकः । पर्यायः कालनामा मा पृथग् द्रव्यं भवत्वहो ॥१८॥ किंतु योऽर्कादिचाराभि-व्यंग्यो नृक्षेत्रमध्यगः । कालो न स्यात्कथं कार्या-नुमेयः परमाणुवत् ॥१९॥ यच्छुद्धपदवाच्यं तत् सदित्यनुमितेरपि । षष्ठं द्रव्यं दधत् सिद्धिं कालाख्यं को निवारयेत् ॥२०॥ कालद्रव्ये चासति त-द्विशेषाः समयादयः ।
कथं नु स्युर्विशेषा हि सामान्यानुचराः खलु ॥२१॥ છે.) તેથી પર્યાયરૂપ કાળને જુદું દ્રવ્ય કહેવું તે અસંભવિત છે.૧૫.
આ રીતે જ આ વાત સ્વીકારવી જોઈએ. નહીં તો સર્વત્ર વ્યાપીને રહેલા આકાશને જેમ અસ્તિકાય કહેવામાં આવે છે, તેમ સર્વત્ર વ્યાપીને રહેલા વર્તાનાદિ સ્વરૂપવાળા કાળને પણ અસ્તિકાયરૂપે સ્વીકારવો પડશે. ૧૬.
અને તે રીતે તો તીર્થકરોને ઈષ્ટ પણ નથી અને તેમણે કહ્યું પણ નથી, કારણ કે સિદ્ધાંતમાં વારંવાર પાંચ જ અસ્તિકાય કહેલા છે; તેથી કાળ એ જુદું દ્રવ્ય નથી, એમ સિદ્ધ થાય છે.૧૭.
આ વિષે બીજા આચાર્યો તો આ પ્રમાણે કહે છે–અહો ! સર્વ દ્રવ્યોમાં રહેલા વર્તનાદિ પર્યાયને ભલે કાળ નામના જુદા દ્રવ્ય તરીકે ન કહો. પરંતુ મનુષ્યક્ષેત્રમાં સૂર્યાદિની ગતિથી સ્પષ્ટ જણાતો એવો કાળ પરમાણુની જેમ કાર્યવડે અનુમાન પ્રમાણથી કેમ સિદ્ધ ન થાય? ૧૮-૧૯.
જે દ્રવ્ય શુદ્ધ એક જ શબ્દથી કહેવાતું હોય, તે સત્ એટલે વિદ્યમાન જ છે, એવા અનુમાનપ્રમાણથી પણ કાળ નામનું છઠ્ઠું દ્રવ્ય સિદ્ધ થાય છે, તેને કોણ નિવારી શકે ? ૨૦.
જો કાળ નામનું જુદું દ્રવ્ય ન હોય, તો તે કાળના સમયાદિ જે વિશેષો છે, તે શી રીતે કહી શકાશે ? કેમકે સામાન્યને અનુસરનારા જ વિશેષો હોય છે. એટલે કે સામાન્ય (કાળ) વિના વિશેષો (સમયાદિ) હોઈ શકે જ નહીં. ૨૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org