________________
કાલલોક-સર્ગ ૨૮ तथोक्तं ज्योतिष्करंडके लोगाणुभागजणिअं जोइसचक्कं भणंति अरिहंता । सब्वे कालविसेसा जस्स गइविसेसनिष्फन्ना ॥४॥ अत्राहुः केऽपि जीवादि-पर्याया वर्तनादयः ।।
काल इत्युच्यते तज्ज्ञैः पृथगद्रव्यं तु नास्त्यसौ ॥५॥ तथाहि - जीवादीनां वर्त्तना च परिणामोऽप्यनेकथा ।
क्रिया परापरत्वं च स्यात्कालव्यपदेशभाक् ॥६॥ तत्र च - द्रव्याणां सादिसांतादि-भेदैः स्थित्यां चतुर्भिदि ।
यत्केनचित्प्रकारेण वर्त्तनं वर्त्तना हि सा ॥७॥ द्रव्याणां या परिणतिः प्रयोगविनसादिजा । नवत्वजीर्णताद्या च परिणामः स कीर्त्तितः ॥८॥ भूतत्ववर्त्तमानत्व-भविष्यत्वविशेषणा ।
यानस्थानादिकार्यानां या चेष्टा सा क्रियोदिता ॥९॥ તે વિષે જ્યોતિષ્કરંડક નામના ગ્રંથમાં કહ્યું છે કે
લોકના સ્વભાવથી આ જ્યોતિષચક્ર ઉત્પન્ન થયેલું છે, અને તેની જ ગતિવિશેષથી વિવિધ પ્રકારનો કાળ ઉત્પન્ન થયો છે–એમ જિનેશ્વરો કહે છે.૪૦
અહીં કાળ વિષે કોઈ આચાર્યો કહે છે કે –જીવાદિના પર્યાયો જ વર્તમાન આદિ કાળ છે–એમ વિદ્વાનો કહે છે, તેથી કાળ નામનું જુદું દ્રવ્ય નથી.૫.
તે આ પ્રમાણે–જીવ, અજીવ વિગેરેની વર્તના-હોવાપણું ૧, તેમનો અનેક પ્રકારનો પરિણામ ૨, તેમની ક્રિયા ૩ તથા તેમનું પરાપરત્વ ૪ (પર એટલે પ્રથમ અને અપર એટલે પછી) એ સર્વ કાળશબ્દથી કહી શકાય છે. ૬.
તેમાં (૧) સાદિસાંત વિગેરે ભેદોથી ચાર પ્રકારની સ્થિતિમાં કોઈપણ પ્રકારથી દ્રવ્યોનું જે હોવાપણું–તે વર્તના
કહેવાય છે.૭. (૨) પ્રયોગથી કે સ્વાભાવિક, દ્રવ્યોની જે પરિણતિ થાય છે, તથા નવાપણું કે જુનાપણું જે થાય છે,
તે પરિણામ કહેવાય છે.૮. (૩) ભૂતત્વ, વર્તમાનત્વ કે ભવિષ્યત્વ–એવા વિશેષવાળી જે પદાર્થોની ગતિ કે સ્થિતિ વિગેરે ચેષ્ટા,
તે ક્રિયા કહેવાય છે.૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org