________________
॥ श्री पंचासरापार्श्वनाथाय नमः ॥ ॥ श्री विनयविजयोपाध्यायविरचितः ॥
श्री लोकप्रकाशः x गूर्जर भाषानुवाद समेतः ।
_____काललोकः अथ अष्टाविंशतितमः सर्गः
केवलालोकवत्रैका-लिकीमुल्लासयन् धियं । श्रीमान् शंखेश्वरः पार्थो वितनोतु सतां श्रियं ॥१॥ स्वरूपं दिष्टलोकस्य जिनोद्दिष्टमथ ब्रूवे । गुरुश्रीकीर्तिविजय-क्रमसेवाप्तधीधनः ॥२॥ लोकानुभावतो ज्योति-श्चक्रं भ्रमति सर्वदा । नक्षेत्रे तद्गतिभव: कालो नानाविधः स्मृतः ॥३॥
કાલલોક સર્ગ અઠયાવીસમો
જેમ કેવલજ્ઞાન ત્રણ લોકના જ્ઞાનનો વિકાસ કરે છે, તેમ જ્ઞાનાદિ લક્ષ્મીવાળા શ્રીશંખેશ્વર પાર્શ્વનાથ સપુરુષોની જ્ઞાનાદિક લક્ષ્મીને વિસ્તારો.૧.
ગુરુમહારાજ શ્રી કીર્તિવિજયજી મહારાજના ચરણની સેવા કરવાથી મને બુદ્ધિરૂપ ધન પ્રાપ્ત થયું છે, તેથી હું શ્રીજિનેશ્વરોએ કહેલું દિગ્દલોક (કાલલોકોનું સ્વરૂપ કહું છું. ૨.
આ મનુષ્યક્ષેત્ર (અઢીદ્વીપ)ને વિષે નિરંતર આકાશમાં સૂર્યચંદ્રાદિ જ્યોતિષચક્ર લોકના સ્વભાવથી જ ફર્યા કરે છે. તેની ગતિથી કાળની ઉત્પત્તિ થાય છે. તે કાળ વિવિધ પ્રકારનો કહ્યો છે.૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org