________________
કાળની સિદ્ધિ
पूर्वभावि परं पश्चा-द्भावि चापरमिष्यते । द्रव्यं यदाश्रयादुक्ते ते परत्वापरत्वके ॥१०॥ एवं च द्रव्यपर्याया एवामी वर्त्तनादयः । संपन्नाः कालशब्देन व्यपदेश्या भवंति ये ॥११॥ पर्यायाश्च कथंचित्स्यु-र्द्रव्याभिन्नास्ततश्च ते । द्रव्यनाम्नापि कथ्यंते जातु प्रोक्तं यदागमे ॥१२॥
तद्यथा - 'किमिदं भंते कालेत्ति पवुच्चति ? गो० ! जीवा चेव अजीवा चेव त्ति'
अत्र द्रव्याभेदवर्ति-वर्तनादिविवक्षया । कालोऽपि वर्त्तनाद्यात्मा जीवाजीवतयोदितः ॥१३॥ वर्त्तनाद्याश्च पर्याया एवेति प्राग् विनिश्चितं । तद्वर्त्तनादिसंपन्नः कालो द्रव्यं भवेत्कथम् ? ॥१४॥ पर्यायाणां हि द्रव्यत्वे-ऽनवस्थापि प्रसज्यते ।
पर्यायरूपस्तत्कालः पृथग् द्रव्यं न संभवेत् ॥१५॥ (૪) કોઈપણ દ્રવ્ય (પદાર્થ) જેના આશ્રયથી પહેલો થાય તે પર અને પછી થાય તે અપર કહેવાય
છે. ૧૦.
આ પ્રમાણે વર્તનાદિ ચાર પદાર્થો કહ્યા, તે દ્રવ્યના પર્યાયો જ છે અને તેમને કાળશબ્દથી કહી શકાય છે.૧૧.
પર્યાયો કોઈક અપેક્ષાએ દ્રવ્યથી અભિન્ન પણ હોઈ શકે છે, તેથી તે પર્યાયોને કોઈક વખત દ્રવ્યરૂપે પણ કહી શકાય છે.૧૨. - તે વિષે આગમમાં કહ્યું છે કે-“હે ભગવાન! કાળ એટલે શું? હે ગૌતમ! જીવ અને અજીવ–એ જ કાળ કહેવાય છે.'
આ સૂત્રમાં દ્રવ્યથી અભેદપણે રહેલા વર્તનાદિની મુખ્ય વિપક્ષાથી વર્તનાદિ પર્યાયરૂપ કાળને પણ જીવ અને અજીવપણે જ કહ્યો છે.૧૩.
કાળ એ વર્તનાદિ ચાર પર્યાય સ્વરૂપ છે. એ આગળ સિદ્ધ કરી ગયા છીએ, તેથી વર્તનાદિ વડે પ્રાપ્ત થયેલો કાળ જુદું દ્રવ્ય શી રીતે થઈ શકે ? ૧૪.
જો કદાચ પર્યાયોને જુદા દ્રવ્ય તરીકે માનવામાં આવે, તો અનવસ્થા નામનો દોષ આવશે. (એટલે કે દરેક દ્રવ્યના અનંત પર્યાયો હોવાથી દ્રવ્યનું નિયતપણું થઈ શકશે નહીં, એ અનવસ્થાદોષ કહેવાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org