________________
૨૮ रेकास्पदं च यत् प्राचीनार्वाचीन काव्यभेदादिविषयानुपदर्य विशेषतो विकासितोऽस्ति स्वग्रन्थोऽयं कवीश्वरैः।।
अन्तत आशासे-वार्नमानिक कविम्मन्या यथार्थ कवी बुभूषवश्चान्ये यद्येनं ग्रन्थमभ्यस्येयुः, भविष्यन्त्यमी स्वोद्देशं साधयितुं प्रभविष्णवः।
विजयधर्मसूरिः હાલમાં “કવિ” પદ ધારણ કરવાવાળા પુરૂષનું બાહુલ્ય જણાય છે, પરંતુ ગુર્જર ભાષામાં પણ યથાર્થ કવિતા કરનારાઓ વિરલાજ માલુમ પડે છે. ગુરુ દેષ, રસ, અલંકાર, રીતિ, વૃત્તિ વગેરે યથાર્થ જાણવાવાળા કવિઓ કપિચાપલ કરનારા અર્થાત્ કવિ નામધારી પુરૂષ કરતાં વિશેષ નથી.
આ તે ખુલ્લું જ છે કે પ્રાય: કાવ્યશાસ્ત્રના નિયમ જાળવ્યા વિના વચ૭ન્દતાથી ફાવે તેમ કવતે વર્તમાન ગૂર્જર કવિસંસાર ગુર્જર કાવ્ય સાહિત્યના ગેરવને પ્રચાર કરવા પૂરતું સમર્થ નથી.
આવી પરિસ્થિતિમાં આ પણ એક મહાન કારણ મનાય છે કે સંસ્કૃત વાણીમાં કાવ્યપ્રકાશ, કાવ્યપ્રદીપ, સાહિત્ય દર્પણ રસગંગાધર વગેરે અને જેનાચાર્ય હેમચંદ્રસૂરિ પ્રકૃતિએ બનાવેલ કાવ્યાનુશાસન, કાવ્ય કલ્પલતા, વગેરે કાવ્યગ્રન્થ જેમ પ્રચલિત છે તેવું ગુર્જર ભાષામાં એક પણ કાવ્યશાસ્ત્ર ઉપલબ્ધ જણાતું નથી. એટલા માટે જ એ સંભવિત છે કે ગુજરાતી કવિતા બનાવનારા પિતાની કૃતિને પ્રસિદ્ધ કરવા સમર્થ થતા નથી.
પરતુ મહાન સૈભાગ્યને સમય છે કે રાજકવિ નથુરામ સુંદરજી મહાશયે આ કાવ્યશાસ્ત્ર બનાવવામાં મહાન પ્રયાસ લઈ ગુર્જર કવિસંસાર ઉપર અતિ અનુગ્રહ કર્યો છે. અધિક હર્ષનું કારણ એ છે કે પ્રાચીન સંસ્કૃત કાવ્યશાસ્ત્રો તથા હિન્દી કાવ્યશાને અનુસરીને તેને આધારે આ કાવ્યશાસ્ત્ર બનાવેલ છે. પ્રાચીન તથા અર્વાShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com