________________
પાંચમો કર્મગ્રંથ
ગાથા : ૧
પ્રશ્ન–ધ્રુવબંધ, ધ્રુવોદય આદિ ર૬ દ્વારા કયાં કયાં! અને તે દરેકના અર્થો શું?
ઉત્તર ધ્રુવબંધ, ધ્રુવોદય, ધ્રુવસત્તા, ઘાતી, પુણ્ય અને પરાવર્તમાન આ છ દ્વારો છે. તથા સેયર= તેનાથી ઇતર=પ્રતિપક્ષી એવાં બીજાં છ દ્વારા અધ્રુવબંધ, અધૂવોદય, અધ્રુવસત્તા, અઘાતી, પાપ અને અપરાવર્તમાન, એમ કુલ-૧૨ દ્વારા કહેવાશે. તથા ૨૩૬ વિવા= ચાર પ્રકારનો વિપાક= જીવવિપાક, ક્ષેત્રવિપાક, ભવવિપાક અને પુદ્ગલવિપાક. એમ ૧૬ ધારો થયાં. ચાર પ્રકારનો બંધ-પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, રસબંધ અને પ્રદેશબંધ, તથા આ ચાર પ્રકારના બંધના સ્વામી. એમ ૨૪ ધારો, તથા ઉપશમશ્રેણી અને ક્ષપકશ્રેણી એમ કુલ-૨૬ દ્વારા અહીં સમજાવાશે. આ છવ્વીસે કારોના અર્થો આ પ્રમાણે છે
૧. ધ્રુવબંધ= જે કર્મપ્રકૃતિઓ મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ એ ચાર મૂળભૂત બંધહેતુઓ (અથવા તેના ઉત્તરભેદરૂપ પ૭માંના બંધહેતુ) હોતે છતે અવશ્ય બંધાય છે તે ધ્રુવબંધ અથવા જે કર્મપ્રકૃતિઓનો બંધ જે ગુણસ્થાનક સુધી કહ્યો છે. તે ગુણસ્થાનક સુધી જે અવશ્ય બંધાય છે તે ધ્રુવબંધ. ધુવો વિશ્વ: સ્વસ્થવ્યવચ્છેદ્રસ્થાનપર્યન્ત પાસાં તો ધ્રુવવસ્થા: આવી ૪૭ પ્રકૃતિઓ છે. જે બીજી ગાથામાં કહેવાશે. આ ૪૭ પ્રકૃતિઓને ધ્રુવબંધી પ્રકૃતિ પણ કહેવાય છે.
૨ અધૂવબંધ= મિથ્યાત્વાદિ મૂળભૂત જ બંધહેતુ અથવા ૫૭ ઉત્તર-બંધહેતુમાંના પોતાના બંધહેતુ હોવા છતાં પણ જે પ્રકૃતિઓનો બંધ અનિયતપણે થાય છે. એટલે કે બંધ થાય અથવા ન પણ થાય ત અધુવબંધ. અથવા જે પ્રકૃતિઓનો બંધ જે ગુણસ્થાનક સુધી કર્મસ્તવાદિમાં કહ્યો છે ત્યાં સુધી તે પ્રકૃતિઓમાંથી જે પ્રકૃતિઓનો બંધ થાય અથવા ન પણ થાય તે અધુવબંધ. આવી ૭૩ પ્રકૃતિઓ છે જે ગાથા ૩-૪માં કહેવાશે. નાસ્તિ ધ્રુવો વળ્યો વાસ તા ધૃવસ્થા: આ પ્રકૃતિઓને અધ્રુવબંધી પણ કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org