________________
ગાથા : ૧
પાંચમો કર્મગ્રંથ
૩
(૩) સંબંધ-આ ગ્રંથમાં કહેવાતો વિષય કોના આધારે કહેવાશે? તે સંબંધ. મૂળ ગાથામાં આ સંબંધ સ્પષ્ટ કહ્યો નથી. પરંતુ અધ્યાહારથી વાચ્ય-વાચક, સાધ્ય-સાધન, ઉપાય-ઉપેય, અને ગુરુ પર્વક્રમ રૂપ ચાર પ્રકારનો સંબંધ સ્વયં સમજી લેવો. આ ગ્રંથ એ વાચક છે. અને એમાં નિરૂપણ કરાનારો વિષય એ વાચ્ય છે. માટે ગ્રંથ અને એના અભિધેય વચ્ચે વાચ્ય-વાચકભાવ સંબંધ છે. અભિધેયનું જ્ઞાન મેળવવા માટે ગ્રન્થ એ સાધન તથા ઉપાય છે. તેનાથી પ્રાપ્ત થતું જ્ઞાન એ સાધ્ય તથા ઉ૫ય છે. એમ ગ્રંથ અને તજન્યજ્ઞાનનો પરસ્પર સંબંધ છે. તથા જિનેશ્વર પરમાત્માને નમસ્કાર કર્યો હોવાથી જિનેશ્વર પરમાત્માના શાસ્ત્રોને અનુસારે જ ધર્મગુરુઓની પરંપરાથી ચાલ્યો આવેલો જે અર્થ વિષય છે. તે અહીં કહેવાશે. એમ ગુરુપર્વક્રમ સંબંધ પણ જાણવો.
(૪) પ્રયોજન- ગ્રંથકર્તા અને શ્રોતા એમ બન્નેનું અનંતર અને પરંપર એમ બે પ્રકારનું પ્રયોજન હોય છે. ગ્રંથકર્તાનું અનંતર પ્રયોજન કર્મના વિષયને જાણવાની જિજ્ઞાસાવાળા પ્રાણીઓ ઉપર અનુગ્રહ કરવો તે છે. અને શ્રોતાનું અનંતર પ્રયોજન આ પ્રકરણના અર્થનું પરિજ્ઞાન મેળવવું તે છે. પરંતુ કર્તા અને શ્રોતા એમ બન્નેનું પરંપર પ્રયોજન કર્મનું સ્વરૂપ જાણીને તેનો ક્ષય કરવા દ્વારા પરમપદની પ્રાપ્તિ કરવી તે છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે
सम्यक्शास्त्रपरिज्ञानाद्विरक्ता भवतो जनाः । लब्ध्वा दर्शनसंशुद्धिं ते यान्ति परमां गतिम् ॥ १॥
સમ્યકશાસ્ત્રોનું પરિજ્ઞાન થવાથી સંસારથી વિરક્ત બનેલા આત્માઓ દર્શનની નિર્મળતા પામીને પરમગતિને પામે છે.
આ વિષય-સંબંધ અને પ્રયોજન આદિ ભાવોનું કથન પંડિત પુરુષોને ગ્રંથ ભણવા-સાંભળવાની ઈચ્છા થાય અને તેનો રસ લાગે એટલા માટે ગ્રંથના પ્રારંભમાં કહેવામાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org