Book Title: Jain Sahitya Samaroha Guchha 1
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૨૦
જૈન સાહિત્ય સમારોહ જોધપુરમાં ભરાયું હતું, જેમાં વિદેશી વિદ્વાન ડો. હર્મન જેકેબીએ ખાસ હાજરી આપી હતી. તે પછી મુંબઈમાં ૧૯૭૭ના જાન્યુઆરીની તા. ૨૧, ૨૨ અને ૨૩ મીએ શ્રી મહાવીર જૈન વિદ્યાલયના હીરક મહત્સવની ઉજવણીના અંગરૂપે ભારતીય વિદ્યાભવનમાં ડો. કે. કા. શાસ્ત્રીના પ્રમુખપદે જૈન સાહિત્ય સમારોહ યોજાયો હતો. કોઈ સાંપ્રદાયિક કે સંકુચિત દષ્ટિથી નહિ પરંતુ જેનો પાસે સાહિત્ય અને કળાને જે અઢળક વારસો છે તે વ્યવસ્થિત કરવાના અને તેને પ્રકાશિત કરવાના તથા વિદ્વાને તેમજ અભ્યાસીઓને તેને અભિમુખ કરવાના પ્રયાસલેખે આવો સાહિત્ય સમારોહ યોજવાને વિચાર . રમણલાલ ચી. શાહને સૂર્યો હતો. તેનું અનુસંધાન તે શ્રી મહાવીર જૈન વિદ્યાલયના સહકારથી મહુવામાં યોજાયેલ જૈન સાહિત્ય સમારોહ અને તેનું ઉદ્દઘાટન ડો. હરિવલ્લભ ભાયાણીએ કર્યું હતું. સ્વાગત પ્રવચન
સુરત, વડાદરા, અમદાવાદ, બીકાનેર, ભાવનગર, મુંબઈ એમ અનેક સ્થળોએથી આવેલા અનેક વિદ્વાનું તથા મહુવાના સમસ્ત જૈન સમાજનું સ્વાગત કરતાં મહુવાની નગરપાલિકાના પ્રમુખ શ્રી ચંપકલાલ બાલચંદ વગડાએ મહુવાના સાંસ્કૃતિક વારસાને ઉલેખ
ક્ય પછી જૈન સાહિત્યની વિશાળતાને ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું, કે “ગુજરાતી સાહિત્યની અર્ધ ગંગોત્રી જૈન સાહિત્ય છે, એટલું જ નહિ પણ જૈન સાહિત્યની એ વિશેષતા રહી છે કે તે તત્કાલીન સામાન્ય જનભાષામાં લખાયું છે. તેમણે ગ્રંથભંડારમાં સચવાયેલા પ્રાચીન જૈન સાહિત્યનું સંશોધન અને સંપાદન કરીને તેને પ્રકાશમાં લાવવાને વિદ્વાનોને અનુરોધ કર્યો હતો. . આ પ્રસંગે આવેલા સંદેશાઓનું શ્રી અમર જરીવાલાએ. વાંચન કર્યા બાદ જૈન સાહિત્ય સમારોહના મંત્રી ડો. રમણલાલ ચી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org