________________
આત્માની વિભાવદશા
૩૩
કુદીને ખસી જાય. વીગેરે જ્ઞાનેપગ, આગળ આગળ ઉત્પન્ન થયે જાય છે. એમ પ્રથમનું શ્રત, ઉત્તરોત્તર શ્રત જ્ઞાનના નિમિત્તભૂત મનને વિષય બનતું જાય છે. આ પ્રમાણે ઈન્દ્રિયથી થયેલા શ્રુતજ્ઞાન વખતે વાસ્તવિક રીતે મનનું મતિજ્ઞાન અને પછી શ્રુતજ્ઞાન એમ ચાલતી પરંપરાઓમાં મનના વ્યાપારની મુખ્યતા હોવાથી શ્રતની ઉત્પત્તિનું નિમિત્ત મન છે.
એટલે સ્મૃતિમાં આવેલ વસ્તુની વિચારણું ચાલે તે શ્રતજ્ઞાન છે. શ્રુતજ્ઞાને પગમાં મનોવ્યાપારની પ્રધાનતા હોવાથી વિચારાંશ અધિક અને સ્પષ્ટ હોય છે. વળી તેમાં પૂર્વાપરનું અનુસંધાન પણ હોય છે.
સ્પર્શાદિક વિષયુક્ત પદાર્થોનું મતિજ્ઞાન થયા બાદ, પદાર્થનું કે તે વિષયના શબ્દનું ભાષામાં ઉચ્ચાર કરવારૂપ જ્ઞાન ન હોય, અગર તે તે પદાર્થને કઈ અચાન્ય ભાષાથી સંબોધતું હોય છતાં પણ તે પદાર્થ અને તે વિષય અંગે વપરાશ કરવાને કે તેનાથી નિવૃત્ત થવાનો ખ્યાલ જીવમાં જે ચતન્યશક્તિ-જ્ઞાનવડે હોય છે તે જ્ઞાન, શ્રતજ્ઞાન કહેવાય છે. કીડી કે એકેડી તે સાકર અને ગોળના શબ્દનું જ્ઞાન ધરાવતી નથી છતાં “ આ વસ્તુ મારે ખાવા જેવી છે ? એવું ભાન તેને જે થાય છે તે તેના શ્રતજ્ઞાનથી જ થાય છે.
. શ્રતે પગ ઉત્પન્ન કરાવનાર શ્રુતજ્ઞાન લબ્ધિ જ કહેવાય છે. આ શ્રુત જ્ઞાનમાં પ્રત્યક્ષ અને સ્મૃતિ બને છે.