Book Title: Jain Darshan no Karmvada
Author(s): Khubchand K Parekh
Publisher: Khubchand K Parekh

View full book text
Previous | Next

Page 451
________________ સંવર-નિર્જરા અને મોક્ષ ૪૧૮ - ~ - ~ ~ - ~ એમ છ પ્રકાર બાહ્ય તપના છે, હવે અત્યંતર તપના પ્રકાર (૧) થયેલા અપરાધની શુધિ કરવી તે પ્રાયશ્મિતતા. " (૨) જ્ઞાની, સમ્યકત્વી અને ચારિત્રવત પુરુષને મન-વચન-કાયાથી વિવિધ રીતે વિનય કરે, એટલે કે સન્માન કરવું, આદર કરે તે વિનયતપ કહેવાય છે. (૩) આચાર્ય–ઉપાધ્યાય-તપસ્વી–સ્થવીર–સંઘ-સાધર્મિક વગેરેની આહાર–વસ્ત્ર–ઔષધ-ઈત્યાદિથી ભકિત–બહુમાન કરવું તે વૈયાવૃત્ય તપ કહેવાય છે. (૪) ભણવું ભણાવવું, સંદેહ પૂછ, ભણેલ અર્થને સંભાળ, ધારેલ અર્થનું સ્વરૂપ વિચારવું, ધર્મોપદેશ આપ યા ધાર્મિક વાતચીત કરવી એમ પાંચ પ્રકારને સ્વાધ્યાય તપ છે. (૫) ધર્મધ્યાન અને શુકલધ્યાન દયાવવાં તે ધ્યાન તપ છે. (૬) કાયા વિગેરેના વ્યાપારને ત્યાગ કર તેકાસંગતપ છે. આ પ્રમાણે બાર પ્રકારને તપ જ પૂર્વબદ્ધ કર્મની નિજેરાનું પરમ સાધન છે. જો કે સંસારી આત્મા પિતાના પૂર્વબદ્ધ કર્મના વિપાકેદયને ભેગવવા વડે સમયે સમયે નિર્જરા કરી જ રહ્યો છે. અને એ રીતે થતી નિર્જરા તે એકેન્દ્રિયજીમાં પણ ચાલુ જ હોય છે. કારણકે કર્મને

Loading...

Page Navigation
1 ... 449 450 451 452 453 454 455 456 457