Book Title: Jain Darshan no Karmvada
Author(s): Khubchand K Parekh
Publisher: Khubchand K Parekh

View full book text
Previous | Next

Page 449
________________ સંવર-નિર્જરા અને મોક્ષ ૪૧૭ - - - - - - - - - - - - - - - - - - - - - - - શૂલપણે પળાતાં અહિંસારિદ્રતાને આણુવ્રત કહેવાય છે. તેવા અણુવ્રતનું પાલન તે “દેશવિરતિ ચારિત્ર છે. દેશવિરતિ ગૃહસ્થને અનેક આરંભ સમારંભ હેવાથી તથા ધર્મધ્યાનની ગૌણતા હોવાથી અલ્પ સંવરવાળા તે દેશવિરતિ ચારિત્રમાં સંવરધર્મની મુખ્યતા નથી. એટલે સર્વવિરતિ સામાયિકથી ચયાખ્યાત સુધીના પાંચજ ભેદ ચારિત્રમાં ગણાવ્યા છે. તે પણ સર્વવિરતિના લક્ષ્ય પૂર્વક થતું દેશવિરતિનું પાલન તે રાગદ્વેષ જીતવામાં ઉપગી તો છે જ. આ પ્રમાણે પ સમિતિ, ૩ ભુમિ, ૨૨ પરિષહજય, ૧૨ બાવના, અને પાંચ ચાત્રિ મળી કુલ્લ સત્તાવન ભેદ સંવરના છે. આ સત્તાવન પ્રકાર જ આવતાં કર્મને રોકવામાં સાર્થવાળા હોવાથી તેને સંવર કહેવાય છે. આવતાં કર્મને ફેકનાર તે મુખ્યત્વે ચારિત્ર જ છે. માટે ચારિત્રસંવરને વિષય છે. પરંતુ ચારિત્રની રક્ષક તે સમિતિ -ગુણિરૂપ અષ્ટ પ્રવચન માતાજ છે. માટે અષ્ટ પ્રવચન માતાના અસ્તિત્વમાં જ ચારિત્રનું અસ્તિત્વ હેાઈ શાસ્ત્રમાં પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિને જ ચારિત્રાચાર કહ્યો છે. પરિષહજય, યતિધર્મ, અને ભાવના એ જીવનયાત્રાને શાન્ત તથા આનન્દિત રાખનાર હાઈ ચારિત્રાચારની પિષક છે. કર્મ તે પૂર્વબદ્ધ-અધ્ધમાન અને બંધનીય એમ ત્રણ કાળના ભેદવડે ત્રણ પ્રકારે છે. એમાં સંવરના સત્તાવન ભેદને વિષય મુખ્યત્વે તે બધ્યમાન કર્મને રોકવાનો ર૭

Loading...

Page Navigation
1 ... 447 448 449 450 451 452 453 454 455 456 457