________________
૪૨૯
સંવર-નિર્જરા અને મેક્ષ કરનારું હોય તો તે કષ્ટને ઉત્પન્ન કરવાવાળી પ્રવૃત્તિ ત્યાજ્ય છે. પરંતુ ઈચ્છિત કાર્યની પ્રાપ્તિ માટે હર્ષપૂર્વક જે કષ્ટ ઉઠાવવામાં આવે તેવું કષ્ટ તે હર્ષને જ ઉત્પન્ન કરનારું હોવાથી કષ્ટરૂપે ગણાતું નથી.
ધન પ્રાપ્તિની અનુકુળતાવાળો દેવાદાર તે લેણદારને ધન આપતાં દેવાથી મુક્ત થતો જાણી હર્ષ અનુભવે છે. કાને બેઠેલ વેપારી ઘરે જમવા જવાના ટાઈમે પણ ઘરાકોની ભીડને જમવા જવામાં વિદ્ધભૂત નહિ માનતાં આનંદભૂત માને છે. એવી રીતે તપસ્વીને પણ તપસ્યાથી થતી શરીરની ક્ષીણતામાંય મેક્ષરૂપ સાધ્યની મીઠાસથી હમેશાં આનંદની જ વૃદ્ધિ હોય છે. બાકી પદુગલિક સુખની તૃષ્ણાથી દીન બનેલા પુરૂષે જે કષ્ટ સહન કરે છે, અથવા જે લેકસંજ્ઞાથી ડરીને પરાધીનપણે દીનવૃત્તિથી આહારના ત્યાગરૂપ તપ કરે છે તે તપ નથી. કારણકે તેને કષાયના ઉદયથી થતું હોવાને લીધે અને કર્મબન્ધનું કારણ હોવાથી આશ્રનવરૂપ છે. જેથી તેવું તપ પૂર્વના અન્તરાય કર્મના ફળરૂપ છે.
અને તપાષ્ટકના સાતમા શ્લેકમાં કહા મુજબનું જ તપ તે ભૂતકાળમાં સંચિત કર્મોરૂપી કાષ્ટ સમૂહોને બાળી ભસ્મીભૂત કરનાર છે.
સંવર અને નિર્જરાને પરસ્પર ગાઢ સંબંધ હોવાથી સંવર ધમીને ગૌણપણે સકામ નજરા પણ અવશ્ય હાય