________________
પ્રકૃતિ બંધ
૨૭૪
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પામેલા દરેકને ઉચ્ચ સ્થિતિની પ્રાપ્તિ અને નીચગેત્રમાં જન્મ પામેલા દરેકને નચ સ્થિતિની પ્રાપ્તિ સભાનપણે હોતી નથી. પરંતુ પૂર્વભવમાં તે તે ગોત્રના બંધ સમયે વર્તતા અધ્યવસાય ભેદે તે કર્મ જે પ્રકારે બંધાયેલું હોય તે તે પ્રકારેને અનુસરીને તરતમતા હોય છે.
પુણ્ય-પાપ-આત્મા–પરમાત્મા–મોક્ષ-પુનર્જન્મ એ વગેરેના ખ્યાલપૂર્વક થતી જીવનચર્યા તે અધ્યાત્મ છે. અને તેવા આધ્યાત્મિક જીવનના વિકાસમાં સહાયક સંસ્કારને જ સુસંસ્કાર કહેવાય છે. તેવા સુસંસ્કારનું પિષક જે ગાત્ર તે ઉચ્ચગોત્ર કહેવાય છે. જેમ જેમ પોષક તત્ત્વ વધારે તેમ તેમ તે ગેત્રની ઉગ્રતા વિશેષ ગણાય છે. ઉચ્ચગોત્રની જીવન–સંસ્કૃતિ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચારે પાયાઉપરની હોય છે. માત્ર અર્થ અને કામને જ અનુસરતું જીવન ઉચ્ચકુલમાં હોતું નથી. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચારે પુરૂષાર્થના જીવનના ધોરણે જીવતા ઉચ્ચ ગોત્રવાળાઓની જીવનવ્યવસ્થા આધ્યાત્મિક આદર્શને સુવ્યવસ્થિત રાખવાપૂર્વક જ ગોઠવાયેલી હોય છે. એટલે તે ઉચ્ચગોત્રમાં રહેલા માનવીઓને આધ્યાત્મિક જીવન જીવવાનો લાભ અનિચ્છાએ પણ મળતો જ રહે છે, અને તેનાથી છટકી શકાતું નથી, એ જ ઉચ્ચગેત્રની મહત્તા છે.
ફક્ત અર્થ અને કામના જ ધ્યેયવાળી સંસ્કૃતિયુક્ત જીવન જીવવાવાળો વર્ગ, ભૂતકાળમાં આ ભારતવર્ષની અંદર અલ્પ હતું. તે વર્ગ ચાર પુરૂષાર્થના ધોરણે જીવનાર કરતાં
Mc