________________
-
-
-
-
કમબન્ધના હેતુઓ
૩૫૯ અવસ્થાએ પિકી, છેલ્લી ત્રણ અવસ્થાને સંભવ, બંધ અવસ્થાને પામી રહેલ કર્મયુગલમાં જ હોઈ શકે છે. આત્માની સાથે બંધ અવસ્થા પામ્યા વિનાનાં તે મુદ્દગલની, ઉદય, ઉદીરણા અને સત્તારૂપ અવસ્થા હોઈ શકતી જ નથી. ઉદય, ઉદીરણા અને સત્તાનું મૂળ તે “બધr જ છે. મુળ હોય તેમાંથી થડ, પત્ર, શાખા, ફળ વગેરે હોઈ શકે છે. જ્યાં મુળ જ નથી ત્યાં વૃક્ષના ઉપરોક્ત અંગેની ઉત્પત્તિ જ હોતી નથી. એવી રીતે કર્મવૃક્ષમાં ઉદય, ઉદીરણ અને સત્તારૂપ અંગોની ઉત્પત્તિ, કર્મબંધરૂપ મૂળના આધારે જ ઘટી શકે છે. જેથી કર્મના ઉદય–ઉદીરણ અને સત્તાને નહિં ઈચ્છતા જીવે કર્મબંધ રૂપ મૂળની ઉત્પત્તિના બીજને સમજી તે બીજથી દૂર રહેવું જોઈએ. મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને વેગ એ ચાર કર્મબંધને બીજ૫ કારણે છે, કામણગણાના પુદ્ગલેને આત્માની સાથે ક્ષીરનીરવત્ સંબંધ થવાના સમયે પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશળધરૂપ ચાર પ્રકારના પરિણામે તે પુગમાં ઉત્પન્ન થાય છે. આ બંધચતુષ્કની સમજ આગલા પ્રકરણમાં વિચારાઈ ગઈ છે. આ બંધચતુષ્ક પૈકી, પ્રકૃતિ અને પ્રદેશબંધગથી થાય છે. અને સ્થિતિ તથા રસબંધ, તે સમયે પ્રવર્તતા જીવના કાષાયિક અધ્યવસાયથી થાય છે.
જ્યાં સુધી રોગપ્રવૃત્તિ છે, ત્યાં સુધી તે કાર્મણવર્ગણાનાં પગલોને તે જીવ અવશ્ય ગ્રહણ કરે છે. પરંતુ જે જીવમાંથી કષાય કમપ્રકૃતિઓ બિસ્કુલ નાશ પામે છે, તેવા જીએ ગબળથી ગ્રહણ કરેલાં દલિડેમાં સ્થિતિ અને